G20 Summit 2023:  જી-20 સમિટ માટે નવી દિલ્હી તૈયાર છે. જી-20 સમિટ 9-10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. વિશ્વના અનેક ટોચના નેતાઓ ભારત આવવાની શરૂઆત થઇ ગઇ છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના પીએમ ફિમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના ટોચના નેતાઓ ભારત પહોંચશે.


આ નેતાઓ આવશે ભારત


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન જી-20માં સામેલ થવા માટે ભારત આવવા રવાના થઇ ગયા છે. બાઇડન યુક્રેન યુદ્ધની સામાજિક અસરો, સ્વચ્છ ઉર્જા, આબોહવા પરિવર્તન સામેની લડાઈ અને ગરીબી સામેની લડાઇ પર ચર્ચા કરશે.


બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની ભારતની આ પ્રથમ સત્તાવાર યાત્રા હશે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા જી-20 સમિટમાં હાજર રહેશે તેની પુષ્ટી થઇ ચૂકી છે. તેઓ યુક્રેન યુદ્ધ માટે રશિયાની ટીકા કરે તેવી સંભાવના છે.


કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જી-20માં સામેલ થવા ભારત આવશે. તેઓ હાલમાં ઇન્ડોનેશિયામાં છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ સમિટમાં ભાગ લેશે અને તે ઉપરાંત પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે તેવી અપેક્ષા છે.


ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ ભારત, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે સમિટમાં ભાગ લેશે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ નવી દિલ્હી આવશે. તેમણે કહ્યું કે રશિયા અને ચીનની ગેરહાજરી છતાં સમિટ મહત્વપૂર્ણ છે. સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ Yoon Suk Yeol સમિટમાં હાજરી આપશે.  સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ Cyril Ramaphosa , તુર્કીના રાષ્ટ્રપતિ Recep Tayyip Erdogan પણ હાજરી આપશે.


ક્યા નેતાઓ જી-20 સમિટમાં સામેલ થઇ રહ્યા નથી


ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping જી-20 સમિટમાં સામેલ થશે નહીં. તેમની ગેરહાજરીમાં સ્ટેટ કાઉન્સિલના ચીની પ્રીમિયર લી ક્વિઆંગ દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. 2008 બાદ પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ જી-20 સમિટમાં ભાગ લેશે નહીં.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સમિટમાં ભાગ લેશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ રશિયન રાષ્ટ્રપતિ માટે યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ મૂકતા ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે વિદેશમાં મુસાફરી કરતી વખતે તેમના પર ધરપકડનું જોખમ છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ નવી દિલ્હીમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. સ્પેનના રાષ્ટ્રપતિ Pedro Sanchez નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ ભારત આવશે નહીં. મેક્સિકોના રાષ્ટ્રપતિ Andres Manuel Lopez Obrador આ મેગા ઈવેન્ટમાં ભાગ લેશે નહીં.