G20 Summit: જી-20 સમિટને લઇને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતે ડ્રોન હુમલાને રોકવા માટેની પણ તમામ તૈયારીઓ કરી છે. એરપોર્ટને ખાસ સિક્યોર કરવામાં આવ્યું છે કારણ કે તમામ મહેમાનો માત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ લેન્ડ થશે અને લેન્ડિંગ પહેલા રનવેના એપ્રોચ એરિયાને સંપૂર્ણપણે સુરક્ષિત કરવું જરૂરી છે કારણ કે લેન્ડિંગ પહેલા એરક્રાફ્ટની ઉંચાઈ આ જગ્યાએ સૌથી ઓછી હોય છે.






જેને ધ્યાનમાં રાખીને આર્મીએ એર ડિફેન્સ માટે વ્હીકલ માઉન્ટેડ એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ અને લેસર ડેઝલર પણ તૈનાત કર્યા છે જે કોઈપણ પ્રકારના ડ્રોન અથવા નો ફ્લાઇંગ ઓબ્જેક્ટને સોર્ફ અને હાર્ડ કિલ પર નિષ્કિય કરી શકે છે.  એક સિસ્ટમ દ્વારા 24 કલાક મોનિટર કરવું શક્ય નથી, તેથી બે સિસ્ટમો એકસાથે તૈનાત કરવામાં આવી છે જે ચોવીસ કલાક કામ કરી શકે છે. તેવી જ રીતે આ સિસ્ટમો ઘણી હોટલોની છત પર પણ સ્થાપિત કરવામાં આવી છે જે 10 કિલોમીટરની રેન્જથી દુશ્મન ડ્રોનને ટ્રેક કરી શકે છે અને તેને 3 થી 5 કિલોમીટરના અંતરે સોફ્ટ કીલ હેઠળ સરળતાથી જમીન પર પાડી શકે છે.


મળતી માહિતી મુજબ બે ડઝનથી વધુ એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હીની આસપાસ લોંગ રેન્જ રડાર સ્વાતિ તૈનાત કરવામાં આવી છે જે દરેક હવાઈ લક્ષ્ય પર નજર રાખી રહી છે. એર સ્પેસ સેનિટાઈઝેશન માટે એરફોર્સ જવાબદાર છે, જે અંતર્ગત કોઈપણ નીચી ઉડતી વસ્તુ, એરક્રાફ્ટ અથવા ડ્રોન જેવી કોઈ વસ્તુ આકાશમાં હોવી જોઈએ નહીં જેના પર પ્રતિબંધ છે.


સુરક્ષા માટે એર ડિફેન્સ મિસાઈલ અને રાફેલ 


G-20 કોન્ફરન્સની સુરક્ષા માટે ભારતીય વાયુસેનાએ ઓપરેશન ડાયરેક્શન સેન્ટર બનાવ્યું છે. આ કેન્દ્ર સીધું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડાયેલું છે. વાયુસેનાએ 'G-20' કોન્ફરન્સ દરમિયાન સુરક્ષા માટે એર ડિફેન્સ મિસાઈલ અને રાફેલને પણ એક્શન મોડમાં રાખ્યા છે. દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, UAVs, UASS, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, નાના એરક્રાફ્ટ જેવા પેટા-કન્વેન્શનલ એરિયલ પ્લેટફાર્માને ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે.