= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
G20 મીટિંગ માટે સરકારે પસંદ કરેલ શ્રેષ્ઠ સ્થાનઃ રામ ચરણ J&K ના શ્રીનગરમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપમાં સામેલ થયેલા અભિનેતા રામ ચરણે કહ્યું, અમે કાશ્મીરને પ્રેમ કરીએ છીએ. તે એક સુંદર સ્થળ છે. G20 મીટિંગ માટે સરકારે પસંદ કરેલ શ્રેષ્ઠ સ્થાન છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ બેઠકથી કાશ્મીરમાં રોજગારીની તકો વધશેઃ G20 શેરપા અમિતાભ કાંત G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું, આ G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો સંદેશ ફેલાવશે. જેમાં પર્યટન મુખ્ય પ્રેરક છે, ખાસ કરીને સંસ્કૃતિ અને ફિલ્મ નિર્માણ માટે. આ બેઠકનું આવશ્યક પાસું કાશ્મીરમાં વધુ અને વધુ રોજગાર સર્જન તરફ દોરી જશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રામ ચરણે નાટુ નાટુ પર કર્યો ડાંસ અભિનેતા રામ ચરણે RRR મૂવીના જાણીતા સોંગ નાટુ નાટુ પર ડાંસ કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ જગ્યામાં કઈંક જાદુ છેઃ રામ ચરણ કાશ્મીર એક એવી જગ્યા છે, હું 1986થી અહીં આવી રહ્યો છું, મારા પિતાએ અહીં ગુલમર્ગ અને સોનમર્ગમાં મોટાપાયે શૂટિંગ કર્યું હતું. મેં આ ઓડિટોરિયમમાં 2016માં શૂટ કર્યું છે. આ જગ્યામાં કંઈક જાદુઈ છે, કાશ્મીરમાં આવીને આટલી અવાસ્તવિક લાગણી છે, તે દરેકનું ધ્યાન ખેંચે છે: અભિનેતા રામ ચરણ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
G20 શેરપા અમિતાભ કાંતે શું કહ્યું ? G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું, ફિલ્મોના શૂટિંગ માટે કાશ્મીરથી વધુ સારી જગ્યા ન હોઈ શકે. અમે (કેન્દ્ર) મૂવીના શૂટિંગ અને શૂટ લોકેશનમાં સહાયતા પૂરી પાડીશું અને ફિલ્મના ડેસ્ટિનેશનને અન્ય કોઈપણ ભાગથી કાશ્મીરમાં ખસેડવામાં મદદ કરીશું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એક સંદેશ જશે કે કાશ્મીર ફિલ્મોના શૂટિંગ માટે સલામત સ્થળ છે જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગમાં ભાગ લેવા આવેલા રાજા જાની ટ્રાવેલ્સના અધ્યક્ષ અભિજીત પાટીલે કહ્યું, કાશ્મીરમાં જી-20 બેઠકના આયોજનથી અહીંના લોકો સર્વસમાવેશકતાની લાગણી અનુભવી રહ્યા છે. આ ઇવેન્ટ સાથે, એક સંદેશ જશે કે કાશ્મીર ફિલ્મોના શૂટિંગ માટે સલામત સ્થળ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એક મહાન દિવસ શ્રીનગરમાં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપમાં સામેલ અગ્રણી હોટેલીયર મુશ્તાક છાયાએ કહ્યું આ એક મહાન દિવસ છે કારણ કે આજે સમગ્ર વિશ્વમાંથી લોકો કાશ્મીર આવ્યા છે. પર્યટન માટે આનાથી વધુ સારું શું હોઈ શકે?
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જી-20માં ભાગ લેનારા પ્રતિનિધિઓ આ સ્થળોની લેશે મુલાકાત G-20માં હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ, અને મુગલ ગાર્ડનની મુલાકાત લેશે. આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રને આશા છે કે આ આયોજનથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફિલ્મ ટુરિઝમ પર સેશન કોન્ફરન્સના પ્રથમ દિવસે પ્રતિનિધિઓ બપોરે SKICC ખાતે પહોંચશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ક્રાફ્ટ બજારમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનમાં પ્રતિનિધિઓને જોવાની તક મળશે. બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન હશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે. આ સાથે ઈકો ટુરીઝમ પર અલગ સેશન પણ યોજાશે.