રોહતક: દેશની રાજધાની દિલ્હીથી લગભગ 60 કિલોમીટર દૂર હરિયાણાના રોહતકમાં એક દિલ હચમચાવી મૂકે તેવી ઘટનામાં ગેંગપેરના પાંચ આરોપીઓએ ત્રણ વર્ષ પછી તેજ દલિત યુવતીને કથિત રૂપથી અપહરણ કરી તેની સાથે ફરી ગેંગરેપ કર્યો હતો. અને તેની હત્યા કરવા માટે ઝાડિઓમાં ફેંકીને ભાગી ગયા હતા.

20 વર્ષીય દલિત યુવતીએ પરિવારજનોને જણાવ્યું હતું કે, તમામ આરોપી 20થી 30 વર્ષના ઉંમરના છે અને હાલ તે જામીન ઉપર બહાર છે. તે વર્ષ 2013ના ગેંગરેપ મામલે સમજૂતી કરવા દબાણ કરી રહ્યા હતા, અને વાતની સજા આ દલિત યુવતીને આપી હતી જે કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ લડી રહી હતી.

યુવતીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, હું કૉલેજથી બહાર આવી હતી, અને ત્યાં પાંચ લોકો કારમાં સવાર હતા. ત્રણ લોકો કારની પાછળની સીટમાં બેઠા હતા. અને બે યુવકો કારની બહાર ઉભા હતા. ત્યારબાદ મને કારમાં ખેંચી લઈ, નશીલી દવા પીવડાવી દીધી હતી. અને તેની બેહોશીની હાલતમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મારા પર રેપ કર્યા બાદ મારી હત્યા કરવા ઝાડીઓમાં ફેંકી દીધી હતી.

ત્રણ વર્ષ પહેલા થયેલા ગેંગરેપની ઘટના બાદ રોહતકમાં આવીને વસેલા પરિવારના મતે, પાંચ આરોપી જે ઉંચી જાતિના હતા. પરિવારને 50 લાખ રૂપિયા લઈને આ મામલે સમજૂતી કરવા ધમકાવી રહ્યા હતા. પીડિતાની માંએ જણાવ્યું, ‘અમે ભિવાનીમાં રહેતા હતા. અને આ ઘટના પછી અમે આ લોકોથી બચવા માટે રોહતક આવીને વસ્યા હતા. હું મારી પુત્રીને ભણાવવા માંગતી હતી.’

પોલીસનું કહેવું છે કે, યુવતીને રોહતકની સુખપુરા ચોક વિસ્તારમાં આવેલી ઝાડીઓમાંથી મળી આવી હતી. અને ત્યારબાદ તેને ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે આ યુવતી હોસ્પિટલમાં છે. પોલીસ અધિકારી ગરિમાએ કહ્યું, “અમે એફઆઈઆર નોંધીશું, અને આરોપીઓને શોધવા માટે એક ટીમ ભિવાની મોકલી દીધી છે.”