Ganga Expressway: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસનો શિલાન્યાસ કર્યો હતો. લગભગ 594 કિલોમીટર લાંબા અને છ લેન આ એક્સપ્રેસ હાઇવેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સુધી બનાવવામાં આવશે. કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ વેથી ઉત્તર પ્રદેશના વિકાસનો રસ્તો નિકળશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા ગંગા તમામ સારા કાર્યોની, પ્રગતિની સ્ત્રોત છે. મા ગંગા તમામ સુખ આપે છે અને તમામ પીડાઓ હરી લે છે. એવી જ રીતે ગંગા એક્સપ્રેસ વે પણ ઉત્તર પ્રદેશની પ્રગતિના નવા દ્ધાર ખોલશે. આજે શાહજહાંપુરમાં ઐતિહાસિક અવસર છે. આજે ઉત્તર પ્રદેશના સૌથી મોટા એક્સપ્રેસ વે ગંગા એક્સપ્રેસ વે પર કામ શરૂ થઇ રહ્યું છે. લગભગ 600 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વે પર લગભગ 36 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વેની જાળ બિછાવાઇ રહી છે, નવા એરપોર્ટ બનાવાઇ રહ્યા છે, નવા રેલવે રૂટ બની રહ્યા છે તે ઉત્તર પ્રદેશના લોકો માટે અનેક વરદાન એક સાથે લઇને આવી રહ્યા છે. જેનાથી લોકોનો સમય બચશે. લોકોની સુવિધા વધશે. રાજ્યમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ વધશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ ચલાવવા માટે હિંમતની જરૂર છે જે સારા કામની જરૂર છે તે આજે ડબલ એન્જિનની સરકાર કરી રહી છે. તે દિવસો દૂર નથી જ્યારે ઉત્તર પ્રદેશની ઓળખ next generation infrastructure વાળા સૌથી આધુનિક રાજ્યના રૂપમાં થશે. આજે રાજ્યમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યું છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે, કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેવા મહત્વપૂર્ણ અનેક પ્રોજેક્ટ્સ જનસેવા માટે સમર્પિત કરાવાઇ ચૂક્યા છે.