નવી દિલ્હીઃ ભારતને શનિવારે વધુ એક સફળતા મળી છે. બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ મિસાઇલ ન્યૂ જનરેશનની સાથે જ પરમાણુ ક્ષમતા ધરાવે છે. ઓડિશાના બાલાસોર દરિયા કિનારા પર ડૉ એપીજે અબ્દુલ કલામ દ્ધીપ પરથી નવી પેઢીની પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પીનુ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. પૂર્વીય દરિયા કિનારા પર સ્થિત ટેલીમેન્ટ્રી અને રડાર સ્ટેશનોની સહાયતાથી પરીક્ષણ કરાયું હતું.







સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓને અગ્નિ પી મિસાઇલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા છે જેણે વિકાસ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. રાજનાથ સિંહે કહ્યું કે આપણી પાસે યુવા ટ્રેઇન વૈજ્ઞાનિક , ટેકનોલોજી અને મેનેજમેન્ટ પ્રતિભા છે. જ્યારે ડીઆરડીઓના અધ્યક્ષ ડોક્ટર જી સતીશ રેડ્ડીએ સફળ પરીક્ષણ કરનારી ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.


 


ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી,  નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો


 


Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત


Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન


Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ