ગેગંસ્ટર રવિ પૂજારી આફ્રિકામાંથી ઝડપાયો, મોડી રાતે બેંગલૂરૂં લવાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2020 08:23 AM (IST)
ગેંગસ્ટર રવિ પૂજારીને મોડી રાત્રે હવાઈ માર્ગે બેંગાલૂરૂ લાવવામાં આવ્યો હતો. આફ્રિકાના સેનેગલથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ: બોલિવૂડ, બિલ્ડરો, વેપારીઓ, રાજકારણીઓ પાસે ખંડણી માગવાના, હત્યા અને હત્યાનો પ્રયાસ કરવા સહિત અનેક ગંભીર ગુનામાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને મોડી રાત્રે હવાઈ માર્ગે બેંગાલૂરૂ લાવવામાં આવ્યો હતો. આફ્રિકાના સેનેગલથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ ઈન્ટેલિજન્સ વિંગ (રો) અને કર્ણાટક પોલીસની જહેમતથી પૂજારીની વેસ્ટ આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે એન્ટોની ફર્નાન્ડિસ નામે પાસપોર્ટ બનાવીને રહેતો હતો.