નવી દિલ્હી; નરેંદ્ર મોદીના નજીકના મનાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કોંગ્રેસના આરોપોને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. તેમને કહ્યું કે- કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમના વિશે જે વાતો કહી છે તે બધી ખોટી છે. અદાણીએ આરોપ લગાવ્યો છે કે જયરામ રમેશ ‘રાજનૈતિક સુવિધા’ના આધારે દલીલ કરે છે. તેમને સાથે સ્પષ્ટ કર્યું હતું કે, પીએમ નરેંદ્ર મોદીને તેઓએ ક્યારેય મફતમાં વિમાનની સેવા આપી નથી. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે, લોકસભા ચૂંટણી વખતે નરેંદ્ર મોદીએ અદાણીના વિમાનનો ઉપયોગ કર્યો હતો. તેના પર અદાણીએ કહ્યું હતું કે, કૉર્પોરેટર ગ્રુપની પાસે ચાર વિમાન છે અને કોઈ પણ તેનો મફતમાં ઉપયોગ કરતું નથી. એક અંગ્રેજી અખબારના મતે, અદાણીએ કહ્યું- શું કોંગ્રેસ પણ કૉમોર્શિયલ રીતે જીએમઆરના વિમાનનો ઉપયોગ નથી કરતું? માત્ર મોદી વિશે શું કામ વાતો થઈ રહી છે? તે મફતમાં અદાણીના વિમાનનો ઉપયોગ નથી કરી રહ્યા. પરંતુ મને લાગી રહ્યું છે કે કોંગ્રેસ મને બદનામ કરવા માટે કોંગ્રેસ ખોટી રીતે નહીં, પરંતુ જાણી જોઈને મારા વિશે આરોપ લગાવી રહી છે. જયરાજ રમેશના આરોપોનો જવાબ આપતા ગૌતમ અદાણીએ કહ્યું- પર્યાવરણ મંત્રીના રૂપમાં રમેશે છત્તીસગઢમાં માઈનિંગ પ્રૉજેક્ટને ક્લીયરેંસ આપી હતી. યુપીએ શાસનમાં પર્યાવરણ મંત્રીના રૂપમાં પદ છોડવા પહેલા આ તેમનો છેલ્લો એક્સક્યુઝિવ ઑર્ડર હતો. રમેશ પાયા વગરની ખોટી વાતો કરે છે. કારણ કે તે માઈન અદાણી ગ્રુપની નહીં, પરંતુ રાજસ્થાન સરકારની છે અને તેમનું ગ્રુપ માઈનિંગ કૉન્ટ્રેક્ટર હતું.