પટના: ગંગાજળની હોમ ડિલીવર કરાવવાની સરકારની પહેલને આજે પટનામાં લૉંચ કરવામાં આવી છે. જેમાં ભારતીય ટપાલ સર્વિસ દ્વારા ગંગાજળને ઘરે પહોંચાડવામાં આવશે.

આ સ્કીમ હેઠળ ગંગોત્રી અને હ્રિષિકેશથી પવિત્ર ગંગાજળ લાવવામાં આવશે અને લોકોના ઘર સુધી સામાન્ય દરે પહોંચાડવામાં આવશે.

રાજ્યના પ્રત્યાયન મંત્રી મનોજ સિંહા અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે બિહારની રાજધાનીમાં આ સ્કીમને લૉંચ કરી હતી.

સિંહાએ કહ્યું કે ગંગાજળની ડિલીવરી માટે પોસ્ટલ ડિપાર્ટમેંટ વિશ્વાસપાત્ર છે ને તે લોકોની આશાઓ પરિપૂર્ણ કરશે.

અહેવાલો મુજબ આ પવિત્ર જળને લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કેટલીક ઈ કોમર્સ વેબસાઈટે કરી છે. ગૌમુખમાંથી એક લીટર ગંગાજળ માટે ઈકોમર્સ કંપની 299 રૂપિયા લે છે.