નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0ની સંસદમાં આજથી પરીક્ષા શરૂ થઈ ચુકી છે. આજે 17મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ હતી. આ દરમિયાન નવા સાંસદોને શપથ લેવડાવામાં આવી રહ્યા છે. વીરેન્દ્ર કુમારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. જે બાદ તેઓ સાંસદોને શપથ લેવડાવશે.

દિલ્હી બીજેપી અધ્યક્ષ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ લોકસભા સાંસદ તરીકે શપથ લીધા. તિવારી ઉપરાંત ક્રિકેટરમાંથી નેતા બનેલા બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પણ શપથ ગ્રહણ કર્યા હતા. તે પૂર્વ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયો છે અને ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ભાજપમાં સામેલ થયો હતો.

ગૌતમ ગંભીરે અંગ્રેજીમાં શપથ લીધા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની સાત સીટો પર જીત હાંસલ કરી હતી.


 ગુજરાતમાં સવારથી અનેક જિલ્લામાં વરસાદનો પ્રારંભ, ક્યાં ક્યાં પડી રહ્યો છે વરસાદ? જાણો વિગત

વર્લ્ડકપના 44 વર્ષના ઈતિહાસમાં આવું કરનારો પહેલો ભારતીય બન્યો વિજય શંકર