Gen Bipin Rawat last Rites : પંચમહાભૂતમાં વિલિન થયા જનરલ બિપિન રાવત, દીકરીઓએ આપી મુખાગ્નિ
તમિલનાડુના કુનુરમાં બુધવારે એટલે કે આઠ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાનું નિધન થયું હતું.
સીડીએસ બિપિન રાવત પંચમહાભૂતમાં વિલિન થયા હતા. બિપિન રાવતને તેમની દીકરીઓએ મુખાગ્નિ આપી હતી. સીડીએસને 17 તોપોથી સલામી આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અન્ય દેશોના અધિકારીઓ સહિત અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રા શરૂ થઇ ગઇ છે. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયા છે. સાથે 800 સૈનિકો પણ અંતિમ યાત્રામાં સામેલ થયા છે. સીડીએસ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવશે. બિપિન રાવતના અંતિમ સંસ્કાર સાંજે પાંચ વાગ્યે થશે
સીડીએસ જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની દીકરીઓ કીર્તિકા અને તારિણીએ તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.
સીડીએસ બિપિન રાવતના નિધન પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ રાવતે કહ્યું કે આખા દેશને મોટી ખોટ પડી છે. આપણે તમામ લોકો દુઃખી છીએ. તેમણે હંમેશા સૈન્ય માટે કામ કર્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિયમંત્રી પિયૂષ ગોયલ, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે બિપિન રાવત અને તેમના પત્નીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ, કોગ્રેસ નેતા હરિશ રાવત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.
બરાર સ્ક્વાયર સ્મશાન ઘાટમાં બ્રિગેડિયર એલએસ લિડ્ડરના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ અગાઉ બ્રિગેડિયર લિડ્ડરની પત્ની અને દીકરીએ શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતના વીર સપૂત જનરલ બિપિન રાવતના નિધન પર ઇન્ડિયન આર્મીએ ટ્વિટ કર્યું છે. “#શતશતનમન, દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બૂ-એ-વફા આયેગી,” લાલ ચંદ્ર ફલક”
બ્રેકગ્રાઉન્ડ
તમિલનાડુના કુનુરમાં બુધવારે એટલે કે આઠ ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાનું નિધન થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોત થયા હતા. આજે બિપિન રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -