પત્રના આધારે કેટલાક યૂઝર સશિયલ મીડિયા પર એવો દાવો કરી રહ્યા છે કે, સેના પ્રમુખ જનરલ મનોજ નરવણે અને લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ, ભારત-ચીન સરહદ વિવાદમાં બેદરકારી રાખવા બદલ દોષી જણાયા છે. માટે CDS જનરલ બિપિન રાવતના મતે આ બન્ને અધિકારીઓને બરખાસ્ત કરવા જોઈએ.
જોકે દાવા સાથે જોડાયેલ એક પણ અહેવાલ ગૂગલ સર્ચ કરવા પર ક્યાંય જોવા મળ્યો નથી. આ મામલે હવે ખુદ ભારત સરકારે જ સ્પષ્ટતા કરી છે.
ભારત સરકારના સ્તતાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ કેચે ટ્વીટ કરીને આ પત્રને ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે, આવો કોઈ પત્ર લખવામાં આવ્યો નથી. આવી અફવાઓથી સાવધાન રહેવું.