કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે પીએમ મોદીના વખાણ કર્યા હતા, અને કહ્યું હતું કે તેઓ પોતાને ગર્વથી ચા વાળા કહે છે, વધુમાં તેમણે કહ્યું હતું કે મારા તેમની સાથે રાજકીય મતભેદ છે, પણ પીએમ મોદી એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે ગુજ્જર સમુદાયના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે પોતાની મૂળ વિનમ્રતા અને લોકોને ના ભૂલવા જોઈએ, લોકોએ આ મામલે પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ, જે વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના મૂળિયાને નથી ભૂલ્યા.



આ કાર્યક્રમમાં આઝાદે પીએમ મોદીના વખાણ તો કર્યા જ હતા અને સાથે તેમને એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા, આ સિવાય તેમની સાથેના રાજકીય મતભેદોનો ઉલ્લેખ કરીને કાશ્મીરની અર્થવ્યવસ્થા પર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.