પૂણે: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યુ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરાલા જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે અને વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલો, કોલેજ અને કોચિંગ ક્લાસને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના સંખ્યાબંધ મોટા શહેરોમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અને અનેક જિલ્લમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પ્રશાસન વધારે સતર્ક બની રહ્યુ છે. પૂણે શહેરમાં મેયરે સ્કૂલો, કોલેજો અને કલાસીસ બંધ કરવાનો આદેશ આપી દીધો છે. બીજી તરફ પૂણેમાં સવારે 11 થી 6 સુધીનો રાત્રી કરફ્યુ પણ લાગૂ કરવામાં આવ્યો છે.

પૂણેનુ જોઈને મહારાષ્ટ્રના બીજા શહેરોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 16000થી વધુ કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 113 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.