નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક ધાર્મિક સમારોહમાં કહ્યું કે, શાળાઓમાં ગીતાના શ્લોક પાઠ કરાવવા જોઈએ અને મંદિર પણ બનાવવું જોઈએ. તેમણે કહ્યું, “આજે ધર્મ અને સનાતન જીવિત છે તેથી લોકતંત્ર જીવિત છે.


લોકો અમને કટ્ટરપંથી કહે છે, અમે કઈ રીતે કટ્ટરપંથી બની શકીએ, જ્યારે અમારા પૂર્વજો અને ધર્મએ શીખવાડ્યું છે કે કીડીઓને ગોળ ખવડાવવાથી અને ઝાડને પાણી પીવડાવવાથી ફળ મળે છે.” તેઓએ કહ્યું અમે નાગ પંચમી પર સાપને પણ દૂધ પીવડાવીએ છીએ પણ સાપ આજે ગાળો આપી રહ્યો છે અને રોજ ડંખ મારી રહ્યો છે.

આ ઉપરાંત ગિરિરાજા સિંહે કહ્યું, ખાનગી શાળાઓમાં બાળકોને ગીતાના શ્લોક શીખવાડવાની જરૂર છે અને શાળામાં મંદિર પણ બનાવવામાં આવે કારણ કે ઇસાઈ સ્કૂલોમાં બાળકો ભણીને ડીએમ, એસપી, એન્જીનિયર તો બની જાય છે પરંતુ એજ બાળકો વિદેશ જઈને ગૌમાંસ ખાય છે. તેમને તેવા સંસ્કાર નથી મળતા. તેથી એ મત્વનું છે કે બાળકોને સ્કૂલોમાં ગીતાના શ્લોક અને હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવે.



તેઓએ વધુમાં કહ્યું, જો સરાકારી શાળાઓમાં ગીતાના શ્લોક, હનુમાન ચાલીસાના પાઠ કરાવવા કહીશ તો, લોકો કહેશો કે ભગવા એજન્ડા લાગુ કરી રહ્યાં છે. તેથી તેની શરૂઆત ખાનગી શાળાઓમાંથી થવી જોઈએ.