નવી દિલ્હીઃ ગોવાના ભાજપના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓ હાલમાં હોમ આઈસોલેશન રહેશે.


પ્રમોદ સાવંતે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “હું બધાને જણાવવા માગુ છું કે હું કોવિડ-19 પોઝિટિવ આવ્યો છું. મને કોરોનાના કોઈ લક્ષણ નથી. માટે મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. હું મારા બધા સત્તાવાર કામ ઘરેથી જ રહીને કરીશ. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમને મારી સલાહ છે કે તે જરૂરિ સાવચેતી રાખે.’


નોંધનીય છે કે, ગોવામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 18006 કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી મરનારા લોકોની સંખ્યા 194એ પહોંચી ગઈ છે. મંગળારે કોરોનાના એક જ દિવસમાં સૌથી વધારે 588 નવા કેસ ગોવામાં આવ્યા હતા જે રાજ્ય માટે ચિંતાજનક છે.

નોંધનીય છે કે, આ પહેલા મધ્ય પ્રદેશના ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.