ABP Cvoter Exit Poll 2022 : ગોવા વિધાનસભાની કુલ 40 સીટો પર મતદાન 20 ફેબ્રુઆરીએ પુર્ણ થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એમજીપી+ સહિતની રાજકીય પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર જામી હતી. આ ચૂંટણીનું પરીણામ આગામી 10 માર્ચના રોજ જાહેર થવાનું છે. આ ચૂંટણી પરીણામ આવે તે પહેલાં ABP C-Voterએ મતદારોના પ્રતિભાવો જાણ્યા હતા અને સર્વે કર્યો હતો. જેનો એક્ઝીટ પોલ અને ઓપિનીયન પોલ આજે જાહેર થયો છે જેમાં અનુમાન લગાવામાં આવ્યુ છે કે, ગોવામાં કોણ સરકાર બનાવી રહ્યું છે.


ગોવામાં 40 સીટો પર થયેલા ABP C-Voterના સર્વેમાં બીજેપી ફરી એકવાર બધાને પછાડીને આગળ નીકળતી દેખાઈ રહી છે. કુલ વોટીંગ શેરનાં આંકડા જોઈએ તો બીજેપીએ ઓપિનીયન પોલમાં 30 ટકા અને એક્ઝીટ પોલમાં 32.7 ટકા વોટ મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં ફક્ત 23.6 ટકા અને એક્ઝીટ પોલમાં 30.2 ટકા વોટ મેળવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઓપિનીયન પોલમાં 24 અને એક્ઝિટ પોલમાં 14.5 ટકા વોટ શેર મેળ્યા છે. એમજીપી+ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં 7.7 ટકા અને એક્ઝીટ પોલમાં 10.5 ટકા વોટ મેળવ્યા છે. અને અન્યને ઓપિનીયન પોલમાં 14.7 ટકા વોટ શેર અને એક્ઝીટ પોલમાં 12.2 ટકા વોટ શેર મેળવ્યા છે.


કોને કેટલા વોટ ?
કુલ બેઠક- 40


 


ભાજપ- 33%
કૉંગ્રેસ + 30%
આપ- 14%
TMC + 11%
અન્ય - 12%


2022ના ચૂંટણી પરીણામ સીટ પ્રમાણે કેટલા હશે તેના વિશે ABP C-Voterના સર્વેમાં મળેલી માહિતી પ્રમાણે બીજેપી ફરી એકવાર ગોવામાં સરકાર બનાવી શકે છે. ઓપિનીયન પોલમાં ભાજપ 13-17 સીટો મેળવશે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઓપિનીયન પોલમાં 12-16 સીટો એક્ઝીટ પોલમાં મળશે. આમ આદમી પાર્ટીને ઓપિનીયન પોલમાં 1-5 સીટો એક્ઝીટ પોલમાં મળતી દેખાય છે. ટીએમસી+ પાર્ટીઓને ઓપિનીયન પોલમાં5-9 સીટો એક્ઝીટ પોલમાં મેળવશે. અન્ય પક્ષ (અપક્ષ)ને ઓપિનીયન પોલમાં 0 થી 2 સીટ અને એક્ઝીટ પોલમાં  મળી શકે છે.


કોને કેટલી બેઠકો ?
કુલ બેઠક- 40


 


ભાજપ 13-17
કૉંગ્રેસ + 12-16
આપ- 1-5
TMC + 5-9
અન્ય - 0-2


વર્ષ 2017માં આવેલા પરીણામ પર નજર કરીએ તો, બીજેપીએ 32.5 ટકાના વોટ શેર સાથે 13 સીટો પર જીત મેળવીને સરકાર બનાવી હતી. જ્યારે કોંગ્રેસ 28.4 ટકાનો વોટ શેર મેળવીને 17 સીટો લાવી હતી. છતાં સરકાર ન હતી બનાવી શકી. આમ આદમી પાર્ટીને વર્ષ 2017ની ચૂંટણીમાં 0 એકપણ સીટ પર જીતી ન હતી મળી, અને તેને 6.3 ટકા વોટ શેર મેળવ્યો હતો. જ્યારે એમજીપી+ સહિતની પાર્ટીઓએ 11.3 ટકા વોટ શેર સાથે 3 સીટો પર જીત મેળવી હતી અને અન્યએ 21.5 ટકા વોટ શેર સાથે 7 સીટો જીતી હતી.


 


ABP C-Voter સર્વે