Goa Political News: ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થયા. ભાજપમાં સામેલ થતાં પહેલા ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મળ્યા હતા. ગોવા ભાજપના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ કહ્યું કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પક્ષમાં સામેલ થયા છે.
આ ધારાસભ્યો સામેલ થયા ભાજપમાં
- દિગંબર કામત
- માઈકલ લોબો
- ડેઈલીહા લોબો
- રાજેશ પલદેશી
- કેદાર નાયક
- સંકલ્પ અમોનકર
- એલિક્સો સ્કવેરિયા
- રૂડોલ્ફ ફર્નાન્ડીઝ
કોંગ્રેસ પાસે હવે 11 ધારાસભ્યો છે
40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 20 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તો કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો જ બચશે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ જશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 108 નવા કેસ નોંધાયા છે અને 31 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.44 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 45 હજાર 749 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 36 હજાર 92 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 216 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 67 લાખ 06 હજાર 574 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 19 લાખ 25 હજાર 881 ડોઝ અપાયા હતા.