ટ્વિટર પર અનેક લોકોએ ગોએરને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અનેક લોકોએ કહ્યું હતું કે, કર્મચારીને કાઢવામાં નહીં આવે તો તેઓ ગોએરમાં યાત્રા નહીં કરે.
તેના બાદ ગોએરે કર્મચારી પર કાર્યવાહી હતી. ગોએરના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાની જાણકારી ટ્વિટર પર આપતા લખ્યું કે, ગોએર ઝીરો ટોલરેન્સ પોલિસી છે અને તમામ ગોએરના કર્મચારીઓ માટે કંપનીમાં નિયુક્તિના નિયમ, કાયદા અને નીતિ, જેમાં સોશિયલ મીડિયા પરના વ્યવહાર પણ સામેલ છે, તેનુ પાલન કરવું અનિવાર્ય છે. કોઈ પણ વ્યક્તિ કે કર્મચારીના અંગત વિચાર સાથે કંપનીનો કોઈ સંબંધ નથી. ટ્રેની ફર્સ્ટ ઓફિસર આશિફ ખાનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક પ્રભાવતથી સમાપ્ત કરવામાં આવ્યો છે.