નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સવા બે લાખ પર પહોંચી ગઈ છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 2 લાખ 26 હજાર 770 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે. તેમાંથી 6348 લોકોના મોત થયા છે, જ્યારે એક લાખ 9 હજાર લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9851 નવા કેસ સામે આવ્યા છે અને 273 લોકોના મોત થયા છે.


ભારતમાં કોરોના કેસ વધવાની ગતિ દુનિયામાં ત્રીજા નંબરે આવી ગઈ છે. બુધવારે બ્રાઝિલમાં 27,312 અને અમેરિકામાં 20,578 નવા કેસ, જ્યારે રશિયામાં 8536 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં 9851 નવા કેસ સામે આવ્યા છે. આમ કહી શકાય કે એક દિવસમાં નવા કેસ વધવાના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે.

ક્યાં કેટલા મોત ?

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં 2710, ગુજરાત-1155, દિલ્હી 650, મધ્યપ્રદેશ- 377, પશ્ચિમ બંગાળ-355, ઉત્તરપ્રદેશ - 245, તમિલાનડુ-220, રાજસ્થાન-213, તેલંગણા -105, આંધ્રપ્રદેશ-71 , કર્ણાટક-57, પંજાબ-47, જમ્મુ-કાશ્મીર-35, બિહાર- 29, હરિયાણા - 24, કેરળ-14, ઝારખંડ-6, ઓડિશા-7, આસામ -4, હિમાચલ પ્રદેશ-5, મેધાલયમાં એકનું મોત થયું છે.
કયા રાજ્યમાં કેટલા કેસ ?

આંધ્રપ્રદેશ- 4223, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-42, આસામ-1988, બિહાર-4493, ચંદીગઢ-301, છત્તીસગઢ-756, દાદરા નગર હવેલી- 12, દિલ્હી-25004, ગુજરાત- 18584, હરિયાણામાં-3281, હિમાચલ પ્રદેશ -383, જમ્મુ કાશ્મીર-3142, ઝારખંડ-793, કર્ણાટક-4320, કેરળ-1588, લદાખ-90, મધ્યપ્રદેશ-8762, મહારાષ્ટ્ર- 77793, મણિપુર-124, મેઘાલય-33, મિઝોરમ-17, ઓડિશા-2478, પોંડીચેરી- 82, પંજાબ-2415, રાજસ્થાન- 9862, તમિલનાડુ- 27256, તેલંગણા-3147, ત્રિપુરા-644, ઉત્તરાખંડ-1153, ઉત્તર પ્રદેશ-9237 અને પશ્ચિમ બંગાળ-6876 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.