Corona Vaccine Certifcate: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કેસ અને 290 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,046 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના મહામારીના કારણે લોકો વિદેશ પ્રવાસે નહોતા જઈ શકતા પરંતુ હવે વિદેશ પ્રવાસે જતાં લોકોને જન્મતારીખની સાથે કોવિન એપ પર વેક્સિન સર્ટિફિકેટ મળશે. અત્યાર સુધી આ સર્ટિફિકેટ માત્ર જન્મ વર્ષના આધારે આપવામાં આવતું હતું.


વિદેશ જતાં મુસાફરોને જ અપાશે


કોવિડ મેનેજમેન્ટ પોર્ટલની સાથે સંકળાયેલા કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, નવી સુવિધાનો વિચાર ભારત અને યુકે વચ્ચે ચાલી રહેલી ટેકનોલોજી ચર્ચાથી આવ્યો છે. આ અઘિકારીએ કહ્યું, અમે માનીએ છીએ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે dd-mm-yyyyના ફોર્મેટ ડબલ્યુએચઓ માન્ય કર્યું છે. તેથી વિદેશ જતાં મુસાફરો માટે કોવિન પ્રમાણપત્રની આ સુવિધા શરૂ કરાઈ છે.


સર્ટિફેક્ટમાં શું હશે


વેક્સિન સર્ટિફિકેટમાં પૂરું નામ, સરનામું, જન્મ તારીખ, વેક્સિન બ્રાંડ અને નિર્માતા, દરેક ડોઝ માટે રસીકરણની તારીખ, રસીકરણનો દેશ તથા પ્રમાણપત્ર આપનારનું નામ સામેલ છે. કોવિન વેક્સિન સર્ટિફિકેટ હાલ લાભાર્થીનું નામ, જન્મનું વર્ષ, લિંગ, આઈડી, સ્વાસ્થ્ય આઈડી, વેક્સિનનું નામ, પહેલા ડોઝ, બીજા ડોઝની તારીખ, રસીકરણકર્તા, રસીકરણ કેન્દ્રનું નામ, શહેર-રાજ્યનું નામ હોય છે.


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 84,89,29,160 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,04,051 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  


લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.