16 સપ્ટેમ્બરની સામે જોઈએ તો દેશમાં કોરોનાના નવા કેસમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો દેશમાં એક્ટિવ કેસ વધવાનો દર સતત 14મા દિવસે 100ની નીચે આવી ગયો છે. 22 સપ્ટેમ્બરે દેશમાં 10 લાખ 14 હજાર એક્ટિવ કેસ હતા. જે ઉચ્ચ સપાટી હતી. ત્યાર પછી સતત ઘટાડો થઈ રહ્યો છે.
5 ઓક્ટોબરે 9 લાખ 18 હજાર એક્ટિવ કેસ હતા. એટલે કે 96 હજાર દર્દી ઘટ્યા છે. મહારાષ્ટ્રમાં 10 સપ્ટેમ્બરે નવા કેસની દૈનિક સરેરાશ 22 હજારની હતી. તે હવે 15 હજારની છે. આ રીતે પંજાબ અને હરિયાણામાં સરેરાશ 2 હજાર 500 હતી હવે 1 હજાર 500ની નજીક છે.