Google Maps Error: બિહારથી ગોવા જઈ રહ્યા પરિવાર ગૂગલ મેપના આધારે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેઓને કર્નાટકના બેલગાવી જિલ્લાના ભીમગઢ જંગલની અંદર શૉર્ટકટનો માર્ગ મળ્યો. શિરોલી અને હેમ્મડગા વિસ્તારના આ દુર્ગમ રસ્તા પર ગૂગલ મેપ્સે તેઓને લગભગ 8 કિલોમીટર અંદર લઈ જઈ મુશ્કેલીમાં મૂક્યા. જંગલનો ઘટાટોપ વિસ્તાર અને સુમસામ રસ્તો પરિવાર માટે પડકાર બની ગયા.


કોઈપણ નેટવર્ક અને વીજળી વગર ઘટાટોપ જંગલમાં રાત પસાર કરવી પડી


ગાઢ જંગલમાં મોબાઈલ નેટવર્ક ન હતું, જેથી પરિવાર કોઈ સાથે પણ સંપર્ક કરી શકતા ન હતા. ત્યાર બાદ પોતાની કારમાં જ રાત વિતાવવા મજબૂર પરિવાર જંગલની શાંતિ અને અજ્ઞાત જોખમોથી ઘેરાયેલો રહ્યો. આખી રાત બહાર નીકળવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા અને તેઓએ સવારની રાહ જોવી પડી.


પોલીસે પરિવાર ને જંગલ માંથી સુરક્ષિત બહાર કાઢ્યો


સવાર થતાં જ પરિવારે લગભગ 4 કિલોમીટર પગપાળા ચાલીને મોબાઈલ નેટવર્ક વાળી જગ્યાએ પહોંચ્યો. તેઓએ તરત ઇમરજન્સી હેલ્પલાઈન 112 પર સંપર્ક સાધ્યો. સ્થાનિક પોલીસે ઝડપથી કાર્યવાહી કરતાં પરિવારને સુરક્ષિત જંગલ બહાર કાઢ્યો.


આગલી વાર પણ થઈ ચૂકી છે આવી જોખમી ઘટનાઓ


આ પ્રથમ ઘટના નથી જ્યારે ગૂગલ મેપ્સની ભૂલે લોકોને મુસીબતમાં નાખ્યા. ગયા મહિને ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ગૂગલ મેપ્સે એક કારને અધૂરા પુલ તરફ માર્ગદર્શન આપ્યું, જેથી તે પુલ પરથી પડીને રામગંગા નદીમાં ગઈ. આ ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં. એવી સ્થિતિમાં કેટલીવાર તકનીક પર પૂરેપૂરો ભરોસો પ્રવાસીઓ માટે જાનલેવા સાબિત થઈ શકે. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે, રવિવારે રામગંગા નદીમાં પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર ગયો હતો. ખાલપુર-દાતાગંજ રોડ પર સવારે લગભગ 10 વાગ્યે આ અકસ્માત થયો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાતાગંજ જઈ રહ્યા હતા.


આ ઘટનાઓ બતાવે છે કે તકનીક પર અંધ વિશ્વાસ જોખમી હઈ શકે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રવાસ દરમિયાન હંમેશાં સ્થાનિક માહિતીનો આધાર લેવો જોઈએ અને ગૂગલ મેપ્સ જેવા સાધનો પર પૂર્ણ ભરોસો નહીં કરવો. આથી ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચી શકાશે.


આ પણ વાંચો...


5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા