નવી દિલ્હી: વર્ષ 2020 પૂરુ થવાનું છે. આ વર્ષે કોરાના વાયરસના કારણે લોકોની લાઈફસ્ટાઈલ ખૂબજ બદલાઈ ગઈ. ત્યારે અમેરિકાની ચૂંટણીથી લઈ ફિલ્મ જગતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ ખૂબજ ચર્ચામાં રહ્યા. ત્યારે જાણો આ વર્ષે ભારતીઓએ ગૂગલ પર સૌથી વધુ કોને સર્ચ કર્યા ? કોણ કોણ છે ટોપ સર્ચ લિસ્ટમાં.

આ વર્ષે ભારતમાં ગૂગલ સર્ચમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતનાર જો બાઈડેન સૌથી આગળ રહ્યાં હતા. બાઈડને ડોનાલ્ડ ટ્રંપને હરાવી દીધા હતા. તેના બાદ ખૂબજ ચર્ચામાં રહ્યાં હતા. ભારતીય વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી ખૂબજ રસપ્રદ રહી. જેના કારણે બાઈડેન ભારતના ટોપ ગૂગલ ટ્રેન્ડમાં પહેલા નંબરે રહ્યાં હતા. જો બાઈડન તરફથી ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા હતા. કદાચ એનાજ કારણે બાઈડેન ચર્ચાનો વિષય બન્યા હતા.



કમલા હેરિસને મળ્યું આઠમું સ્થાન



ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેરાત કરાયા બાદ તેમને ભારતમાં ઘણા સર્ચ કરવામાં આવ્યા હતા. તેના કારણે ગૂગલ ટ્રેન્ડની લિસ્ટમાં 8માં ક્રમે રહ્યાં હતા

પત્રકાર અર્ણબ ગોસ્વામીને મળ્યું બીજુ સ્થાન

દેશમાં ગૂગલ પર સર્ચ કરવામાં આવેલા લોકોની ટોપ લિસ્ટમાં બીજા ક્રમે રિપબ્લિક ટીવી ચેનલના અર્ણબ ગોસ્વામી હતા. અર્ણબ ગોસ્વામી તેમની ધરપકડ અને સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને ચર્ચામાં રહ્યાં હતા.
કનિકા કપૂર પણ રહી ચર્ચામાં 



દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારી પ્રથમ સેલિબ્રિટી કનિકા કપૂર આ લિસ્ટમાં ત્રીજા નંબરે રહી હતી. કનિકા બાદ સર્ચ લિસ્ટમાં ચોથા નંબરે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રહ્યા હતા. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર કિમ કેન્સરગ્રસ્ત હોવાની અહવાઓ ખૂબ વાયરલ થઈ હતી.

અમિતાભ બચ્ચન



કોરોના કાળમાં લોકોને જાગૃત કરનાર અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થયા બાદ ખૂબજ ટ્રોલ પણ થયા હતા. તેની સાથે જ તે ગૂગલ પર વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. જેના કારણે ભારતમાં તેઓ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા લોકોની લિસ્ટમાં પાંચમાં નંબરે રહ્યાં હતા.