નવી IRCTC વેબસાઇટમાં થીમ વન ક્લીક રાખવામાં આવી છે, જેમાં તમને ઘણી માહિતી આપવામાં આવી છે. આમાં, તમને ટ્રેનની માહિતી, ઉપલબ્ધતા, ખાવાનું બુકિંગ અને અન્ય માહિતી ઉમેરવામાં આવી છે. આ સિવાય દાવો પણ કરવામાં આવે છે કે એક મિનિટમાં 10,000 ટિકિટ બુક કરાવી શકાય છે. 6 કરોડ યુઝર્સ વેબસાઇટ પર નોંધાયેલા છે. હવે 500,000 લોકો એકસાથે લોગઈન કરી શકશે.
હવે તમારે ઇન્ટેલિજેન્ટ જર્ની અને સ્ટેશનની જાણકારી પણ મળશે. વન સ્ટોપ ટ્રેન સિલેક્શન ફીચરનો પણ ઉપયોગ કરવામાં આવશે. ટ્રેન સર્ચને વધારે સારુ કરી દેવામાં આવ્યુ છે. એકોમોડેશનનું ઈન્ટીગ્રેટેડ બુકિંગ, છેલ્લાં ટ્રાન્ઝેક્શનની જાણકારી, દરેક પ્રવાસનું રિફંડ અને કેન્સલેશન સ્ટેટસ એક ક્લિકમાં જોઈ શકાશે.
નવી વેબસાઇટ પર શું ખાસ હશે
એક જ પેજ પર હવે દરેક ક્લાસની ઉપલબ્ધતા તમને મળશે. સિલેક્ટેડ ક્લાસ અને ટ્રેન માટે વન ક્લિક બુકિંગ હશે. સેવ પેસેન્જર્સ માટે પ્રિડિક્ટિવ એન્ટ્રી ઓપ્શન. તેજ સ્પીડ માટે કેશ સિસ્ટમ. સરળ સિલેક્શન માટે પેમેન્ટ પેજમાં વધારે સુધારો કરવામાં આવ્યો છે.
રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે, IRCTCની વેબસાઇટને અપગ્રેડ કર્યા પછી ટિકિટ બુકિંગની સ્પીડ વધશે અને મુસાફરો પહેલા કરતા વધુ ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. આ સાથે આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી ખાવા પીવા સહિતની અન્ય સુવિધાઓ ઉમેરવામાં આવશે.