ગોરખપુરઃ વૈશ્વિક મહામારી કોરોના શું ખત્મ થઈ જશે? શું તેની ક્ષમતા ઘટી  જશે અથવા તો તે મારક થઈ જશે? બધા આ સવાલનો જાણવા માગે છે. આપણે કોરોના મહારાની વચ્ચે ખુદને સુરક્ષિત રાખીને ચાલવું પડશે, કારણ કે જ્યોતિષ શાસ્ત્રિઓનો દાવો છે કે કોરોના વાયરસ 21 જૂનના રોજ થનારા સૂર્ય ગ્રહણ બાદ ઝડપથી વધશે. તેનો પ્રકોપ ઓગસ્ટના બીજા સપ્તા સુધી રહેશે. ઓક્ટોબર બાદ તેની મારક ક્ષમતા ધીમે ધીમે ઘટતી જશે. પરંતુ જ્યાં સુધી તેની રસી ન આવી જાય ત્યારે સુધી તેનાથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. આ દાવો છે કે ખ્યાતિપ્રાપ્ત જ્યોતિષશાસ્ત્રી પંડિત રાજેશ તિવારીનો. તેમણે એક સોફ્ટવેર પણ બનાવ્યું છે, જેથી એ જાણી શકાય કે કોઈપણ વ્યક્તિ કોરોનાથી કેટલિ સુરક્ષિત છે.


21 જૂનના સૂર્યગ્રહણ બાદ વધશે કોરોના

પંડિત રાજેશ તિવારી એક સવાલના જવાબમાં જણાવ્યું છે કે, કોરોનાનો હજુ ખાત્મો નથી થવાનો. જ્યારે આ રોગ આવ્યો, ત્યારે ગુરુ અને કેતુની યુતિ બતાવે છે કે 12થી 13 વર્ષ બાદ લોકો કોરોનાને ભૂલી શકશે. જોકે તે જણાવે છે કે, ભારતીય પરીપ્રેક્ષ્યની વાત કરીએ તો 21 જૂનના રોજ સૂર્યગ્રહણ છે. ત્યાર બાદ આ રોગ વધારે ઝડપથી વધશે. 13 ઓગસ્ટ સુધી રોગમાં વધારો થશે. 13 ઓગસ્ટ બાદ ઘટાડો થશે અને 13 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબરની વચ્ચે ડાઉનફોલ આવશે. તે કહે છે કે, ભારતમાંથી રોગ જશે એના વિશે કહી ન શકે. થોડો એવો રહેશે. આપણે ડરવાની જરૂરત નથી. ગુરુ જ્યારે પોતાનું સ્થાન પરિવર્તિત કરશે, તેનો પ્રભાવ ઘટશે અને વાયરસની રસી પણ આવી જશે.

જ્યોતિષીય સોફ્ટવેર જણાવશે, કોરોનાથી કેટલા સુરક્ષિત છો તમે

કોવિડ-19થી તમે કેટલા સુરક્ષિત છો? આ સવાલ દરેક વ્યક્તિના મનમાં રોજ ઉદ્ભવે છે. તેની જાણકારી માટે લોકો ડોક્ટરોના ચક્કર પણ લગાવે છે. કોઈ ઇમ્યુનિટી પાવર વધારવાની એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા પણ લેતા હશે પરંતુ હવે તમને તેની જાણકારી એક જ્યોતિષીય સોફ્ટવેરના માધ્યમથી સરળતાથી મળી શકે છે. આ વિશ્વનું પ્રથમ એવું જ્યોતિષીય સોફ્ટવેર છે જે તમને જણાવશે કે તમારો ઇમ્યુનિટી પાવર કેવો છે. તેની સાથે જ, તમારા ફેફ્સા કેટલા સ્વસ્થ્ય છે. શ્વસન ક્રિયા કેટલી સારી છે. તમે કોરોનાથી કેટલા ટકા સુરક્ષિત છો.