નવી દિલ્લી: જો આપ નવું કનેકશન લેવા અથવા પ્રિપેડ નંબરને પોસ્ટ પેડમાં બદલવાનું વિચારી રહ્યાં છો. તેના માટે હવે આપને ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નથી.


જો આપ નવું કનેકશન લેવા અથવા પ્રિપેડ નંબરને પોસ્ટ પેડમાં બદલવાનું વિચારી રહ્યાં છો. તેના માટે હવે આપને ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નથી. હવે નેટવર્ક પ્રોવાઇડર કંપની  ફોર્મ ભરવાનું કામ ડિજિટલી જ કરશે.સરકારે કેબિનેટ બેઠકમાં તેની મંજૂરી આપી છે.  


સિમ બદલવાના નિયમોમાં હવે ફેરફાર થઇ રહ્યો છે. જો આપ નવું કનેકશન લેવાનું કે, પ્રિપેડ નંબર પોસ્ટપેડમાં બદલવાનું વિચારી રહ્યાં હો તો તેના માટે આપને ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર નથી. હવે નેટવર્ક પ્રોવાઇડર કંપની  ફોર્મ ભરવાનું કામ ડિજિટલી જ કરશે.સરકારે કેબિનેટ બેઠકમાં તેની મંજૂરી આપી છે.


શું છે નવો નિયમ
 નવા નિયમો આવ્યા બાદ પ્રિપેડથી પોસ્ટ પેડમાં સિમ માઇગ્રેટ કરવા માટે અથવા તો નવો નંબર લેવા માટે હવે આપને kyc માટે કોઇ પ્રકારના હાર્ડ કોપી કે પેપર જમા નહીં કરાવવા પડે. એપ દ્રારા જ યુઝર્સ ખુદ kyc કરી શકશે. તેના માટે યુઝર્સે માત્ર એક રૂપિયાનું ચૂકવણી કરવી પડશે.


વર્તમાન નિયમોની વાત કરીએ તો યુઝર્સે પ્રીપેડથી પોસ્ટ પેડમાં જવા માટે આપને દર વખતે kyc કરવી પડતી હતી. જો કે નવા નિયમો મુજબ માત્ર એક જ વખત kyc કરવી પડશે. યુઝર્સ હવે માત્ર ઓનલાઇન જ ડોક્યુમેન્ટસ જમા કરાવીને kyc કરી શકશે.


કેવી રીતે કરશો સેલ્ફી KYC?



  • સૌથી પહેલા નેટવર્ક પ્રોવાઇડરની એપને ફોનમાં ડાઉનલોડ કરવી પડશે,

  • ત્યારબાદ ફોનથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

  • ત્યારબાદ એક બીજો નંબર પણ આપવો પડશે  જે આપના મિત્રનો હોઇ શકે છે.

  • ત્યારબાદ આપની પાસે OTP આવશે તેના નોંધવાનો રહેશે,

  • હવે આપને log in કરવું પડશે અને તેમાં સેલ્ફી kycનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

  • હવે આપ બધી જ જાણકારી ફિલ અપ કરીને પ્રોસેસ પુરી કરી શકો છો.