નવી દિલ્હી: કેંદ્ર સરકારે દેશના 21 રાજ્યની રાજધાનીમાં પીવાના પાણીની ગુણવત્તાના આધારા રેકિંગ જાહેર કરી છે. કેંદ્રીય ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે રેકિંગ જાહેર કરી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈએ 21 શહેરોની આ રેકિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. એનો મતલબ દેશમાં પીવા લાયક શુદ્ધ પાણી મુંબઈમાં છે. આ યાદીમાં સૌથી છેલ્લું નામ દેશની રાજધાની દિલ્હીનું છે, એટલે પાણી પીવા માટે સૌથી ખરાબ છે.
આ યાદી જાહેર કરતા રામવિલાસ પાસવાને કહ્યું, અમે કોઈને દોષ નથી આપી રહ્યા, અમારી કોશિશ લોકોને સ્વચ્છ પાણી આપવાની છે. તપાસમાં ખબર પડી કે દિલ્હીનું પાણી પીવા લાયક નથી, પીવાના પાણીને લઈને દેશભરમાંથી ફરિયાદો આવી રહી હતી.
આ યાદી જાહેર કરતા કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને એબીપી ન્યૂઝનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હું જોઈ રહ્યો હતો કે એબીપી ન્યૂઝ ચેનલમાં હાલમાં એક કલાકમાં પ્રોગ્રામ બતાવાયો તેમાં અલગ-અલગ શહેરાના પાણીની ગુણવત્તાને લઈને વાત થઈ. એમાં પણ મુંબઈમાં સૌથી શુદ્ધ પાણી હતું.
પાણીની ગુણવત્તા પ્રમાણે જે યાદી જાહેર કરવામાં આવી છે તે આ પ્રમાણે છે. મુંબઈ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી, રાયપુર, અમરાવતી,શિમલા, ચંદીગઢ, ત્રિવેંદ્રમ, પટના, ભોપાલ, ગુવાહીટી, બેંગલુરૂ, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદૂન, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી.