Delhi Ordinance Bill: દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત વટહુકમને બદલવાનું બિલ ગુરુવારે (3 ઓગસ્ટ) લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં બિલ પરની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન કોંગ્રેસ, ટીએમસી અને ડીએમકે સહિત અન્ય વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો.


 






બિલની તરફેણમાં દલીલ કરતા અમિત શાહે ગૃહમાં કહ્યું, વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારને દિલ્હી સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે આ અધિકાર બંધારણમાં પણ આપવામાં આવ્યો છે.


અમિત શાહે વધુમાં કહ્યું કે પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. બી.આર. આંબેડકર પણ દિલ્હીને રાજ્યનો દરજ્જો આપવાના વિરોધી હતા. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધનને દિલ્હીની ચિંતા નથી પરંતુ માત્ર ગઠબંધનની ચિંતા છે. તેઓ રાજકારણ માટે બિલનો વિરોધ કરી રહ્યા છે.


અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે ચર્ચા દરમિયાન કહ્યું કે, એક પાર્ટી (AAP) 2015માં સત્તામાં આવી હતી. તેમનો ઉદ્દેશ્ય દિલ્હીની સેવા કરવાનો ન હતો, પરંતુ લડવાનો હતો. તેઓ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર નથી ઈચ્છતા, પરંતુ વિજિલન્સ વિભાગ પર નિયંત્રણ ઈચ્છે છે.


અમિત શાહે વિરોધ પક્ષોને શું કરી વિનંતી?
અમિત શાહે ગૃહમાં કહ્યું કે તમામ પક્ષોના સભ્યોને વિનંતી છે કે તેઓ ચૂંટણી જીતવા માટે બિલના સમર્થન અને વિરોધની રાજનીતિ ન કરે. તેમણે કહ્યું, “નવું ગઠબંધન બનાવવાના ઘણા પ્રકાર હયો છે, પરંતુ ખરડા અને કાયદા દેશના ભલા માટે લાવવામાં આવે છે. તેનો વિરોધ અને સમર્થન દેશના ભલા માટે કરવું જોઈએ. શાહે વધુમાં કહ્યું હતું કે, રાજનીતિમાં અમારી (વિપક્ષી પાર્ટીઓ)ની સ્વીકૃતિ ઓછી છે, પરંતુ બધાએ એક કરવા છે. દિલ્હીનું જે થવુ હોય તે થાય. જેટલો ભ્રષ્ટાચાર થવાનો છે તે થવા દો. મંત્રીઓ ભલે ગમે તે હોય, મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના બંગલા બનાવ્યા. અમારે વિપક્ષમાં રહીને બિલનો વિરોધ કરવો પડશે કારણ કે અમારે ગઠબંધન બનાવવું છે.


અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું કે, હું વિપક્ષી પાર્ટીઓને અપીલ કરું છું કે તેઓ દિલ્હી વિશે વિચારે કારણ કે ગઠબંધનથી ફાયદો થવાનો નથી. મહાગઠબંધન બાદ પણ નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતી સાથે ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. દસ વર્ષમાં યુપીએ સરકારે 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો કર્યા. એટલા માટે તમે ત્યાં (વિરોધમાં) બેઠા છો. તેમણે વધુમાં કહ્યું કે તેઓ દિલ્હી સરકારના કૌભાંડો છુપાવવા માટે ગઠબંધનની જરૂરિયાતમાં મદદ કરી રહ્યા છે. આખો દેશ તેનો હિસાબ કરશે. હું કોંગ્રેસ પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે બિલ પાસ થયા બાદ તેઓ (આમ આદમી પાર્ટી) તમારી સાથે આવવાના નથી.


તો બીજી તરફ AAP સાંસદ સુશીલ કુમાર રિંકુને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.