નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં પણ કોરોનાનો કહેર ચાલુ થઇ ગયો છે. અત્યાર સુધી ભારતમાં 4 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. હવે આ ખતરાને જોતા સરકાર જાગી છે અને વૉટ્સએપ પર એક ચેટબૉટ બનાવ્યુ છે.

ભારત સરકારે કોરોના સંબંધિત તમામ માહિતી માટે એક વૉટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ ચેટબૉટ છે, સરકારે આને MyGov કોરોના હેલ્પડેસ્ક નામ આપ્યુ છે. આ માટે WhatsApp નંબર 9013151515 છે.



WhatsAppના આ નંબરની મદદથી તમે કોરોના વાયરસ વિશે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથૉરિટીની મદદથી કોરોના વાયરસ સંબંધિત પ્રશ્નોના જવાબો જાણી શકો છો.

MyGovindiaના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની માહિતી આપવામાં આવી છે. ટ્વીટ કરીને લખવમાં આવ્યુ છે- ''9013151515 પર નમસ્તે લખીને તમે કોરોના વાયરસ સંબંધિત માહિતી મેળવી શકો છો.''