એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2020 07:48 AM (IST)
આ વાયરસની અસર હાલ ચીન કરતાં પણ સૌથી વધુ ઇટાલીમાં થઇ છે. ચીનથી વધુ લોકોના મોત પણ હાલ ઇટાલીમાં થઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઇ લીધી છે. અત્યાર સુધી આ વાયરસે કેટલાક હજારો નિર્દોષોનો જીવ લઇ લીધો છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા હાલ 10 હજારથી પણ વધુ થઇ ગઇ છે. ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો આ કોરોના વાયરસનો કહેર હવે દુનિયાભરમાં ફેલાવો કરી રહ્યો છે. આ વાયરસની અસર હાલ ચીન કરતાં પણ સૌથી વધુ ઇટાલીમાં થઇ છે. ચીનથી વધુ લોકોના મોત પણ હાલ ઇટાલીમાં થઇ રહ્યાં છે. અત્યાર સુધી આ વાયરસથી 10,041 લોકોના મોત થઇ ચૂક્યા છે. સૌથી વધુ મોત ઇટાલીમાં 3405 લોકોના થયા છે. વળી, ચીનમાં 3248 લોકોના મોત થયા છે. અન્ય દેશોની વાત કરીએ તો આ વાયરસના કારણે ઇરાનમાં 1284, અમેરિકામાં 214, સ્પેનમાં 831 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમામાં હાલના સમયે 245,073 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.