નવી દિલ્હી: ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે અને ચીનને ઝટકો આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારે આજે સંચાર વિભાગ અને સરકારી ટેલીકોમ કંપનીઓ બીએસએનએલ તથા એમટીએનએલને નિર્દેશ આપ્યા છે કે, તેઓ 4Gના એક્સિક્યૂશન માટે ચીની ઉપકરણોના ઉપયોગ પર રોક લગાવે.


સરકારે આ મામલે તમામ ટેન્ડર્સને પણ ખતમ કરવાનો આદેશ આપ્યો છે અને નવા ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા જલ્દી જ શરૂ કરાશે. સરકાર ચીની કંપનીઓને 4જી માટે કોઈ નવા ટેન્ડર નહીં આપે અને નવેસરથી ટેન્ડર બહાર પાડશે.

સરકારે ખાનગી કંપનીઓને પણ આ નિર્દેશ આપવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ રીતે ભારતમાં ચીની સામાનને ઘટાડવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવી છે જેનાથી ચીની સામાનનો ઉપયોગ ઘટાડવામાં આવે. આ પગલાને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પણ માનવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે ચીનના 43 સૈનિકોના મોત થયા હોવના અહેવાલ સામે આવ્યા હતા.