સરકારના આ નિર્ણયનો કૉંગ્રેસે વિરોધ કર્યો છે. કૉંગ્રેસને વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે રાજકીય દ્વેષના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એસપીજીએ પોતાની રિપોર્ટમાં ગાંધી પરિવારને 30 વિદેશ યાત્રાનો હવાલો આપ્યો. એસપીજીએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે તેઓ સુરક્ષા વગર દેશની બહાર જતાં રહ્યાં હતા ત્યારે તેમને કોઈ પ્રકારની મુશ્કેલી નડી નહોતી.
SPG સુરક્ષા શું હોય છે ?
SPG દેશમાં સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા માનવામાં આવે છે. જે વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. SPG દેશના સૌથી જાંબાજ સિપાહી કહેવાય છે. વિશેષ સુરક્ષા દળ(એસપીજી) 2 જૂન, 1988માં ભારતની સંસદના એક અધિનિયમ દ્વારા બનાવવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. આ કેન્દ્રની વિશેષ સુરક્ષાદળોમાંથી એક છે. આ દળ ગૃહ મંત્રાલયને આધીન હોય છે.