Free Ration Scheme Extended: વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ ચાર મહિના સુધી લંબાવી છે. હવે આગામી માર્ચ સુધી મફત રાશન મળતું રહેશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક બાદ આ જાણકારી આપી હતી. ઠાકુરે કહ્યું કે આના પર કુલ 53344 કરોડ રૂપિયા ખર્ચ આવશે. આ યોજનાને લગભગ 80 કરોડ લોકોને ફાયદો મળતો રહેશે. અત્યાર સુધી 600 લાખ મીટ્રિક ટન સ્વીકૃત કરવામાં આવી ચૂક્યા છે. આના પર કુલ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.


 






અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના એક બિલને મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 19 નવેમ્બરના રોજ દેશને સંબોધિત કર્યો હતો અનેમાં કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરી હતી. સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એમએસપીને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવશે.






વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મહિનાના અંતમાં શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં અમે ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાના બંધારણીય પ્રક્રિયા પુરી કરી દઇશું. ઝીરો બજેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશની બદલતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ક્રોપ પેટર્નને વૈજ્ઞાનિક રીતે બદલવા માટે એમએસપીને વધુ પારદર્શી અને પ્રભાવશાળી બનાવવા આવા બધા વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિ, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ અર્થશાસ્ત્રી હશે