પહેલીવાર સત્તાવાર રીતે રક્ષા મંત્રાલયે પોતાની વેબસાઇટ પર વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સેનાના અતિક્રમણ વિશે ડૉક્યૂમેન્ટ અપલૉડ કર્યા, જોકે, હવે તેને હટાવી દેવામાં આવ્યા છે. એબીપી ન્યૂઝની પાસે આ ડૉક્યૂમેન્ટની કૉપી છે, જે અનુસાર એલએસી એટલે લાઇ ઓફ એક્ચ્યૂએલ કન્ટ્રૉલ પર ચીનની આક્રમકતા સતત વધતી જઇ રહી છે, જે ખાસ કરીને 5મેની ગલવાન ઘાટીમાં સૌથી પહેલા થઇ હતી. આ રિપોર્ટમાં એ પણ લખેલુ છે કે, ચીન તરફથી ટ્રાન્સગ્રેશન એટલે કે અતિક્રમણતા કુંગરંગ નાલા, ગોગાર અને પૌંગોંગ-ત્સો લેકની ઉત્તરમાં 17-18 મેએ શરૂ થઇ હતી.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ મહિનથી પૂર્વીય લદ્દાખાં આવેલી એલએસલી પર ભારત અને ચીનની વચ્ચે સતત ટકરાવની સ્થિતિ બનેલી છે. ચીને ગલવાન ઘાટી, ગોગરા, કુંગરંગ નાલા, હૉટ-સ્પ્રિંગ અને પૈંગોંગ લેક સાથે જોડાયેલા ફિંગર એરિયામાં વિવાદિત વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને રાખી છે (રક્ષા મંત્રાલય અનુસાર, અતિક્રમણ). આ દરમિયાન 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં બન્ને બાજુના સૈનિકોને નુકશાન પહોંચ્યુ હતુ.
ભારતે લદ્દાખ સીમા પર થયેલી હિંસક અથડામણ બાદ આકરા પગલા ભરતા ચીનને સબક શીખવાડવાનો પ્રયાસ કર્યો છે. ભારતે ચીની એપ્સ અને કેટલાક માલ સામાનની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.