સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ ઓફિસર રાજીવ ગર્ગે રાજ્યોના આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને લખેલા પત્રમાં સામે આવ્યું કે, લોકો જેમાં શ્વાસ માટે વાલ્વ મુકવામાં આવ્યા હોય તેવા એન-95 માસ્કનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા માસ્ક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લેવામાં આવેલા પગલાથી વિપરીત છે, કારણકે તે વાયરસને માસ્કની બહાર આવવાથી રોકતા નથી.
આ બાબતને ધ્યાનમાં રાખી હું તમને આગ્રહ કરું છું કે, તમામ સંબંધિત લોકોને મોં કવર થાય તેનું પાલન કરાવો અને એન-95 માસ્કના બિનજરૂરી ઉપયોગને રોકો. સરકારે હવે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે છીદ્ર યુક્ત એન-95 માસ્ક સંક્રમણ રોકવામાં નિષ્ફળ છે.
હાલ મોટાભાગના લોકો એવું માને છે કે સાધારણ કપડાથી મોં કે ચહેરો કવર કરવા કરતાં એન-95 માસ્કનો ઉપયોગ વધારે સારો છે.