મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું 85 વર્ષની ઉંમરે નિધન, 40 દિવસથી હોસ્પિટલમાં હતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jul 2020 08:10 AM (IST)
લાલજી ટંડન લખનઉની મેદાંતા હોસ્પિટલમાં અંદાજે 1 મહિનાથી દાખલ હતા.
ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું છે. તેઓ થોડા દિવસથી ગંભી રીતે બીમાર હતા. લાલજી ટંડનના દીકરા અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વિટર પર પોતાના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. લાલજી ટંડન લખનઉની મેદાંતા હોસ્પિટલમાં અંદાજે 1 મહિનાથી દાખલ હતા. તેઓ 12 જૂનથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે સવારે 5-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. ગઈકાલે સાંજે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. વેન્ટિલેટર પર રાખીને ડોક્ટર ટંડનને બચાવવાના પ્રયત્નમાં લાગ્યા હતા. અટલ બિહારી વાજપેયી બાદ લખનઉ સીટથી ટંડન સાંસદ ચૂંટાયા હતા. યૂપીમાં કેબિનેટ મંત્રી અને રાજ્યપાલ રહેલ ટંડનનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે.