પણજી: આજે ગોવામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં હોટલોના ભાડા પરના GST દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે લોકોને સસ્તા ભાવે હોટલ રૂમ મળી શકશે. હવે 7500 રૂપિયાથી ઓછા હોટેલ રૂમ ભાડા પર 12 ટકા GST લાગશે. આ ઉપરાંત 7500 રૂપિયાથી વધુના હોટલ ભાડા પર 18 ટકા GST લાગશે. અત્યાર સુધી 7500થી ઓછા રૂમ ભાડા પર 18 ટકા જ્યારે કે 7500થી વધુના રૂમ ભાડા પર 28 ટકા GST વસુલવામાં આવતો હતો.


ગોવામાં આજે GST કાઉન્સિલની બેઠક મળી હતી. દેશમાં આર્થિક મંદીની વચ્ચે નાણાં મંત્રાલયે આજે બુસ્ટર ડોઝ આપ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.

સરકારે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કર્યો છે. સાથે જ કંપનીઓએ આ ઉપરાંત કોઈ અન્ય ટેક્સ આપવો નહીં પડે. નિર્મલા સિતારમને જણાવ્યું કે મેક ઈન ઈન્ડિયાને વધારો કરવા માટે આઈટી એક્ટમાં નવા કાયદાઓ જોડવામાં આવ્યા છે.