તેલંગણાની રાજધાની હૈદરાબાદ ફરી એકવાર આતંકવાદી કાવતરાના પગલે ચર્ચામાં આવી છે. ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ  (ATS) એ બુધવારે (12 નવેમ્બર, 2025) આ કેસના સંદર્ભમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં આતંકવાદીઓની ધરપકડ બાદ મળેલી માહિતીના આધારે ગુજરાત ATS એ હૈદરાબાદમાં વધુ એક દરોડો પાડ્યો હતો.

Continues below advertisement

ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલ આ કામગીરી રાઈસિ આતંકવાદી કાવતરા સાથે જોડાયેલી છે. આ ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય રાજ્યના ખમ્મમ જિલ્લામાં રહેતા 35 વર્ષીય MBBS ડૉક્ટર અહેમદ મોહીયુદ્દીન સૈયદ હતો. ગુજરાત ATS એ તેના ઘર પર દરોડો પાડ્યો હતો અને તેની તપાસ કર્યા પછી તેને સીલ કરી દીધું હતું.

અત્યાર સુધીની તપાસમાં શું બહાર આવ્યું છે?

Continues below advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS ટીમે બુધવારે સવારે (12 નવેમ્બર, 2025) ડૉ. મોહીયુદ્દીન સૈયદના ઘરે દરોડો પાડ્યો હતો. ATS એ સૈયદના ઘરેથી ઘણા ડિજિટલ ડિવાઈસ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. અમદાવાદમાં થયેલી કેટલાક આતંકવાદીઓની ધરપકડ બાદ કાર્યવાહી શરૂ કરાઈ હતી જેમાં રાઈસિન નામના ઘાતક ઝેરનો ઉપયોગ કરીને મોટા પાયે આતંકવાદી હુમલો કરવાના કાવતરાનો ખુલાસો થયો હતો. 

રાઈસિન ઝેરનો ઉપયોગ જૈવિક યુદ્ધમાં થઈ શકે છે 

રાઈસિન એક ખૂબ જ ખતરનાક ઝેર છે જેને કૈસ્ટર બીનમાંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ જૈવિક યુદ્ધમાં થઈ શકે છે અને એક મિલિગ્રામમાં પણ ઘાતક બની શકે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આતંકવાદી સંગઠનો દેશના વિવિધ ભાગોમાં આતંક ફેલાવવા માટે આ ઝેરનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

ડૉ. સૈયદના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે અને તેમના સંપર્કો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સૂત્રો કહે છે કે તેમના તબીબી જ્ઞાનનો ઉપયોગ રાઈસિનના ઉત્પાદન અને ઉપયોગમાં થઈ શકે છે.

NIA ના 5 રાજ્યોમાં 10 સ્થળો પર દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બુધવારે સવારે અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરા (RC-19/2023/NIA/DLI) ના સંદર્ભમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા શંકાસ્પદો પર કરવામાં આવ્યા હતા. NIA ની ટીમોએ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાત એમ કુલ પાંચ રાજ્યોમાં ફેલાયેલા શંકાસ્પદો અને તેમના સહયોગીઓના 10 જેટલા પરિસરો પર ઝડપી તપાસ કરી હતી.