Coronavirus Cases LIVE: ગુજરાતના 12 જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણો 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં એક, વડોદરામાં એક અને દેવભૂમિ દ્વારકામાં એક એમ કુલ ત્રણ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૦,૦૫૯ થયો છે.
કેડિલા હેલ્થકેરના MD શાર્વિલ પટેલે કહ્યું, અમે ઓગસ્ટથી દર મહિને એક કરોડ ડોઝના ઉત્પાદનની આશા રાખી રહ્યા છીએ. ડિસેમ્બર સુધીમાં 5 કરોડ ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. દર વર્ષે 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો અમારો લક્ષ્યાંક છે.
રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન એમ બે જ જિલ્લામાં 10થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 18 જિલ્લાઓમાં પાંચથી ઓછાં કેસ નોંધાયા છે અને 12 જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, મહીસાગર, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વલસાડમાં એક પણ કેસ નોંધાયો નથી.
કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૮,૧૦,૪૫૧ થઇ છે. હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં ૩૦૧૩ કેસ એક્ટવિ છે. જે પૈકી ૯ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૩૦૦૪ દર્દીઓ સ્ટેલબ છે. આજે સાંજ સુધીમાં ગુજરાતમાં રાજ્યમાં રસીના કુલ ૨,૮૪,૧૨૫ ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રસીના કુલ ૨,૫૬,૭૭,૯૯૧ ડોઝ આપવામાં આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો યથાવત્ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૯૦ નવાં કેસો નોંધાયા છે અને ત્રણ દર્દીઓના મોત થયા છે. આજે નવાં ૯૦ કેસ સામે ૩૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૩૦૧૩ પર પહોંચી છે. આજે રાજ્યમાં રસીના કુલ ૨,૮૪,૧૨૫ ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રસીના કુલ ૨,૫૬,૭૭,૯૯૧ ડોઝ આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -