Coronavirus Cases LIVE: ગુજરાતના ૧૨ જિલ્લા, ૩ મહાનગરમાં એક પણ નવો કેસ ન નોંધાયો, માત્ર બે જિલ્લામાં 10થી વધુ કેસ
ગુજરાતમાં કુલ ૮,૧૦,૯૭૯ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૪૬% છે.ગુજરાતમાં વધુ ૬૪,૦૪૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૨.૩૭ કરોડ છે. હાલમાં ૧૫,૬૦૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં રોજ એક લાખ લોકોને કોરોના વેકિસન આપવાની જાહેરાત છતાં શુક્રવારે અમદાવાદમાં ૨૫૬૬૮ લોકો ઉપરાંત સાત ટ્રાન્સજેન્ડર તેમજ ૬૭૯ સુપર સ્પ્રેડર્સને કોરોના વેકિસન અપાઈ હતી.રસીના જ્થ્થાના અભાવે મોટા ભાગના રસીકેન્દ્રો બંધ કરાતા ટાગોરહોલ સહીત જે કેન્દ્રો ઉપર વેકિસન મળતી હતી ત્યાં લોકોની લાંબી લાઈન રસી લેવા માટે જોવા મળી હતી.
ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૬૪ છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૦,૯૭૯ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૪૬% છે.ગુજરાતમાં વધુ ૬૪,૦૪૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૨.૩૭ કરોડ છે. હાલમાં ૧૫,૬૦૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર શહેર, અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર શહેર, જુનાગઢ શહેર, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ ગ્રામ્ય, સાબરકાંઠા, તાપીમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
સુરતમાંથી સૌથી વધુ ૨૧, અમદાવાદમાંથી ૧૫, વડોદરામાંથી ૮, અમરેલીમાંથી ૫, રાજકોટમાંથી ૪, વલસાડમાંથી ૩, જામનગર-આણંદ-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-જુનાગઢ-ખેડા-મહેસાણા-નવસારી-પોરબંદરમાંથી ૨ જ્યારે બનાસકાંઠા-ભરૃચ-ભાવનગર-ગાંધીનગર-કચ્છ-સુરેન્દ્રનગરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
ગુજરાતમાં શુક્રવારે ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૮૦ કેસ નોંધાયા હતા જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાંથી અમદાવાદ, સુરત એમ માત્ર બે જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦થી વધુ કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં ૨૬૪૪ એક્ટિવ કેસ છે અને ૧૦ દર્દી વેન્ટિલેટર પર છે.
બ્રેકગ્રાઉન્ડ
ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્તી તરફ આગળ વધી રહી હોય તેમ કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેર પિક પર હતી ત્યારે રાજ્યમાં 14 હજાર જેટલા કેસ નોંધાતા હતા, જેની સંખ્યા હવે ઘટીને 90ની આસપાસ થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -