Coronavirus Cases LIVE: મોદી સરકારના કયા મંત્રીએ ઝાયડસની મુલાકાત લીધી ?

ગુજરાતમાં અત્યાર સુધી ૮,૧૧,૧૬૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૯૮.૪૭% છે. રાજ્યમાં હાલ ૧૩,૯૩૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Jul 2021 02:52 PM
J&Kના 13 જિ્લલામાં વીકેન્ડ કર્ફ્યૂ નહીં

જમ્મુ-કાશ્મીરના જમ્મુ, કઠુઆ, સાંબા, રાજૌરી, ઉધમપુર, અનંતનાગ, બાંદીપોરા, બડગામ, બારામુલ્લા, પુલવામા, શોપિયાં સહિતના 13 જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન લગાવવામાં નહીં આવે. જોકે આ જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

મુંબઈના ધારાવીમાં એક પણ કેસ ન નોંધાયો

દેશમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. મુંબઈના ધારાવીમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નહોતો. બીએમસીના જણાવ્યા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 22 પર સ્થિર છે. જે સૌથી મોટી રાહતની વાત છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લીધી ઝાયડસની મુલાકાત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી હતી. ડિસેમ્બર સુધીમાં દેશની જનતાને વેકસીનેટ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોના સામેની લડાઈમાં ઝાયડ્સ બાયોટેક દ્વારા ઝાયકોવ ડી માટે મંજૂરી માગ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડ્સ બાયોટેકની મુલાકાત લીધી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ આ જિલ્લો બન્યો કોરોનામુક્ત

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 

ગુજરાતમાં કેટલા લોકોએ સ્પુતનિક રસી લીધી

કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વીનું ય ગુજરાતમાં આગમન થયુ છે. સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે.  પ્રથમ દિવસે અમદાવાદમાં 155 અને સુરતમાં 70 મળીને કુલ 225 જણાંએ રશિયન રસી લીધી હતી.

રાજ્યમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન

રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૬૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૮,૧૧,૧૬૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૯૮.૪૭% છે. વધુ ૫૮,૮૧૯ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨.૩૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૧૩,૯૩૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.  

ગુજરાતના કયા જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧ મહાનગર ભાવનગર તેમજ તાપી, સુરત ગ્રામ્ય, સાબરકાંઠા, રાજકોટ ગ્રામ્ય, પોરબંદર, પંચમહાલ, નર્મદા, મહીસાગર, કચ્છ, જુનાગઢ શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી, આણંદ, અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ

સૌથી વધુ કેસ નોંધાયા તેમાં ૨૨ સાથે અમદાવાદ પ્રથમ છે, ૧૨ કેસ સાથે સુરત બીજા ક્રમે છે. જે બાદ  ૭ સાથે વડોદરા-રાજકોટ, ૩ સાથે ગીર સોમનાથ-નવસારી, ૨ સાથે જામનગર-બનાસકાંઠા-ભરૃચ-જુનાગઢ ગ્રામ્ય-મહેસાણા-વલસાડ જ્યારે ૧ સાથે દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર શહેર-ખેડા-મોરબી-પાટણ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લગભગ શાંત પડી ગઇ છે અને કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં ૭૬ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૩ વ્યક્તિના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ ૨૫૨૭ એક્ટિવ કેસ છે જ્યારે ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે.

બ્રેકગ્રાઉન્ડ

Corona Cases Update:  દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા હતા. જ્યારે બે જિલ્લામાં જ ડબલ આંકડામાં કેસ નોંધાયા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.