Coronavirus Cases LIVE: રાજ્યભરમાં ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું ચુસ્ત અમલ કરવાની પોલીસ વડાની સૂચના
Gujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના (Coronavirus) 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે.
માસ્ક ન પહેરનાર નાગરિકો પાસે દંડ વસૂલવાની કાર્યવાહીનો ચુસ્ત અમલ કરવાની પોલીસ વડાએ સૂચના આપી છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીએ સૂચના આપી છે.
કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે (Gujarat Government)એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર (5 એપ્રિલ) થી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા આ વર્ષે પણ નહીં યોજાય.. વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રશાસને નિર્ણય કર્યો છે.
વડોદરામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ધનવંતરી રથની 200 ટીમ કાર્યરત કરાશે..તો દરેક વિધાનસભા વિસ્તાર દીઠ એન્ટીજન ટેસ્ટ માટે બે કેમ્પ કરાશે શરૂ: નીતિન પટેલ
પ્રાથમિકશાળાઓને (primary schools) લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં (primary schools) 5 એપ્રિલથી સવારનો સમયમાં કરાયો છે. શાળામાં શૈક્ષણિક કલાક જળવાય તે પ્રકારે સવારનો સમય રાખવા સૂચના અપાઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે સવારના સમય માટે આદેશ જાહેર કર્યો છે. હાલ આઠ મહાનગરોમાં સરકારી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ બગડી હોવાથી તમામ હોસ્પિટલ સરકાર પોતાના હસ્તક લે તેવી કૉંગ્રેસે માંગ કરી છે. નાગરિકોને વિનામૂલ્યે ટેસ્ટ અને સારવારની વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે.
અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે નવા 135 દર્દીઓ સાથે હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ છે અને સારવાર હેઠળ દર્દીઓમાં 12 દર્દીઓ વેંટીલેટર પર અને 104 દર્દીઓ બાયપેપ ઉપર સારવાર હેઠળ છે. કેન્સર વિભાગના ડાયરેકટર સાથે બેઠક કર્યા બાદ. આગામી બે દિવસમાં કેસ વધ્યા તો કેન્સર હોસ્પિટલમાં બેડ ઉભા કરવા અંગે પણ પ્રશાસને તૈયારીઓ કરી છે.
રાજયભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અમદાવાદમાં ટેસ્ટિંગ ટેન્ટ પાસે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. પ્રહલાદનગર ચાર રસ્તા પાસેના ટેસ્ટિંગ બુથની પાસે જ એન્ટિજન કોરોના ટેસ્ટ કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી કીટ,નોંધણીના ફોર્મ ,માસ્ક, ગ્લોઝ જેવી અન્ય મેડિકલ વેસ્ટ રોડ પર રજડતી હાલતમાં જોવા મળી. એક તરફ અમદાવાદ શહેરમાં દરરોજ 600 ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. આખું શહેર કોરોનાની ઝપેટમાં છે ત્યારે આવી બેદરકારી કોરોના સંક્રમણને વધુ ફેલાવવાનું આમંત્રણ આપી શકે છે.
કોરોનાના મહામારીના કાળ વચ્ચે છોટા ઉદ્દેપુરના DYSPએ બર્થડેની ઉજવણી કરી છે. એ પણ સરકારી કચેરીમાં. DySP એ.વી. કાટકડની જન્મ દિવસની ઉજવણીમાં સહકર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. કોરોનાના નિયમોનો ઉલાળ્યો વાળ્યો. અહિંયા અધિકારીઓએ કોરોનાને ભૂલી ન તો પહેર્યા માસ્ક કે ન તો જાળવ્યું સોશલ ડિસ્ટંસ.
વડોદરાની MS યુનિવર્સિટી કોરોનાની ઝપેટમાં આવી છે. યુનિવર્સિટીની યુનિટ બિલ્ડીંગમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થતા યુનિટ બિલ્ડીંગ ત્રણ દિવસ બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સીટીના કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. યુનિવર્સીટીમાં કોરોનાના કેસ આવતા યુનિવર્સીટીનું પ્રશાસન ચિંતામાં મૂકાયું છે. આ પહેલા એમએસ યુનિવર્સીટીમાં બહારથી આવતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતા યુનિવર્સિટીમાં આઈસોલેશન વોર્ડમાં પણ તૈયાર કરવામાં આવી ચૂક્યો છે.
રાજકોટમાં કોરોના સારવાર માટેના બેડની માહિતી હવે હેલ્પલાઈનથી મળશે. મહાનગરપાલિકાએ શરૂ કરી બેડ હેલ્પલાઈન. સારવાર માટે કેટલા બેડ તેની જાણકારી હવે ઓનલાઈન મુકાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા RTPCR ટેસ્ટ કરાવનારા લોકોની સંખ્યામાં ઉછાળો થયો છે. એક એક ખાનગી લેબમાં નવેમ્બરની તુલનામાં 3થી 4 ઘણા વધુ સેમ્પલ આવી રહ્યા હોવાનો દાવો. અમદાવાદની લેબોરેટરીમાં સેમ્પલ આપવા માટે 5થી 6 કલાકનું વેઈંટિગ.
સુરતમાં કોવિડોની સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો. કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કારના કિસ્સા પણ વધ્યા. સુરતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ કહ્યું, દિલ્હી અને સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. લોકોને અપીલ છે કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરો. માસ્ક લગાવો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરો. હાથને વારંવાર ધોવાનું રાખો. તેમણે કહ્યું જો લોકો સતર્ક રહેશે તો સંક્રમણને રોકી શકાશે. ગત ત્રણ મહિના લોકોએ તમામ નિયમોનું પાલન કર્યું હતું અને જો એ રીતે ફરી નિયમોનું પાલન કરશું તો આપણે ફરી કાબૂ મેળવી લેશું.
હિમાચલ પ્રદેશ સરકારે કોરોનાના વધી રહેલા કેસને લઈ 15 એપ્રિલ સુધી તમામ સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, ઈન્સ્ટિટ્યૂટ 15 એપ્રિલ સુધી બંધ રાખવાનો ફેંસલો કર્યો છે. જોકે શિક્ષકોએ જે સંસ્થામાં કામ કરતાં હોય ત્યાં આવવું પડશે. આ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષા અને નર્સિંગ, મેડિકલ, ડેન્ટલ કોલેજો ખૂલ્લી રાખી શકાશે. હોસ્ટેલની સુવિધા ધરાવતી સ્કૂલ-સંસ્થાએ સ્વાસ્થ્ય મંત્રાલયની કોવિડ-19 એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે અમદાવાદ(Ahmedabad) અને સુરત(Surat) પછી વડોદરામાં કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) વડોદરામાં કોરોનાની સ્થિતિનો રિવ્યુ કરવા પહોંચ્યા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, કલેક્ટર અને આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે.
રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓમાંથી વધુ 13 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ હૉસ્પિટલમાં સારવાર લેતા 13 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે દર્દીઓના મોતનું સાચું કારણ ડેથ ઓડિટ રિપોર્ટ બાદ જ સામે આવશે.
બારડોલીમાં પણ કોરોનાએ કહેર મચાવવાનું શરૂ કર્યું છે. બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસીયા કોરોના સંક્રમિત થયાં છે. જીતેન્દ્રસિંહ હાલ પોતાના ઘરે હોમ આઇસોલેટ થયાં છે.
રાજકોટ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગે છે. સ્મશાનમાં હાલ બે મૃત દેહ અંતિમ સંસ્કાર માટે બહાર પડ્યા છે. અંતિમ ક્રિયા બાદ કોવિડ હોસ્પિટલમાંથી અન્ય મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસ માં મૃત્યુ દરમાં વધારો થયો છે. રાજકોટ રામનાથપરા સ્મશાનમાં માત્ર એક સ્મશાનમાં જ અંતિમ વિધિની પરિસ્થિતિ અલગ જોવા મળી છે.
ગુજરાતમાં હવે બાળકોમાં કોરોના સંક્રમણ લાગતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ(Ahmedabad)ના ચંદલોડિયામાં 9 વર્ષના એક બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ બાળકને હોમ આઇસોલેટ કરવામાં આવ્યું છે. 3 દિવસ પહેલા બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારે ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ (Child specialist)ની સલાહ મુજબ સારવાર શરૂ કરી છે.
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 30 લાખ 54 હજાર 295 ડોઝ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. પરંતુ દેશમાં કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નથી થયું. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરામાં એક પણ મોત થયું નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 83,129 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 714 લોકોના મોત થયા છે. જોકે 40,202 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા 10 ઓક્ટોબરના રોજ 74,383 કેસ આવ્યા હતા.
જિલ્લાઓની જરૂરિયાત પ્રમાણે એક્શન પ્લાન બનાવવાની કેન્દ્રની સૂચના છે. જ્યાં કોરોનાના દર્દીઓના નિધન વધુ થાય છે તે શહેરો અને જિલ્લાઓમાં પ્રશાશનની ખામીઓ દુર કરવા માટે આદેશ કરાયા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ખરાબ છે. દેશમાં 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજારથી વધુ કેસ અને 714 લોકોના મોત થયા છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Coronavirus Cases LIVE Updates: ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના (Coronavirus) 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -