Coronavirus Cases LIVE: કોવેક્સિનને કેટલા દેશમાં ઈમરન્સી વપરાશની મળી છે મંજૂરી ? ભારત બહાર કેટલી છે કિંમત ?

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના ૧૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ કેસ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે. ૧૬ જિલ્લા અને ૧ મહાનગર ભાવનગરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Jun 2021 03:02 PM
આટલા દેશોમાં કોવેક્સિનને મળી છે મંજૂરી

ભારત બાયોટેકના જણાવ્યા મુજબ, કોવેક્સિનને ભારત, બ્રાઝિલ, ફિલિપાઇન્સ, મેક્સિકો, ઇરાન સહિત 16 દેશમાં ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી મળી છે. વિશ્વના 50 દેશો સાથે ઈમરડન્સી યૂઝ ઓથોરાઇજેશન પ્રોસેસમાં છે. ભારત બહાર અન્ય દેશોને સપ્લાઇ કરતી વખતે તેની કિંમત 15-20 ડોલર પ્રતિ ડોઝ નિર્ધારીત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રથી કર્ણાટક આવતાં મુસાફરોએ શું સાથે રાખવું પડશે ?

સાઉથ વેસ્ટર્ન રેલવેની ચીફ પીઆરઓના જણાવ્યા મુજબ, મહરાષ્ટ્રથી કર્ણાટક આવતા મુસાફરોએ 72 કલાકથી વધારે જૂનું ન હોય તેવો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અથવા કોવિડ-19 રસી લીધેલા ડોઝનું સર્ટિફિકિટ મુસાફરી વખતે સાથે રાખવું પડશે.

કોરોનાથી જીવ ગુમાવનારાને વળતર આપે સરકારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો ફેંસલો આપ્યો હતો. જે મુજબ જેમના મોત કોરોનાના કારણે થયા હોય તેમના પરિવારજનોને સરકાર વળતર આપે. પરંતુ આ વળતર કેટલું હોવું જોઈએ તે સરકાર ખુદ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યુ કે કોવિડથી થયેલા મોત પર ચાર લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય.

ગુજરાતમાં ડેલ્ટા પ્લસનો વધુ એક કેસ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હવે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ વાયરસના વધી રહેલા કેસથી આરોગ્ય વિભાગ માટે ચિંતા વધી ગઇ છે. ગુજરાતમાંથી હવે વડોદરા, સુરત બાદ જામનગરમાંથી પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ મળી આવ્યો છે. જામનગરમાં ૬૦ વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસના લક્ષણો જોવા મળ્યા છે. આ મહિલાના સંપર્કમાં આવેલા ૯ લોકોને આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે.  કોરોનાની બીજી લહેર બાદ દેશમાં ડેલ્ટા પ્લસ વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

ગુજરાતમાં 11 દર્દી વેંટિલેટર પર

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-તાપીમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૫૬ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૦,૧૪૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૩૯% છે. રાજ્યમાં હાલ ૩,૨૩૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૯૦૪ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૨.૩૫ કરોડ છે. રાજ્યમાં હાલ ૧૭,૪૫૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

ગુજરાતના આ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ

વલસાડ, તાપી, સાબરકાંઠા, પોરબંદર, પાટણ, પંચમહાલ, નર્મદા, મોરબી, મહેસાણા, મહીસાગર, ખેડા, જુનાગઢ શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અરવલ્લી, અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.

ક્યાં કેટલા કેસ નોંંધાયા

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૨૨, અમદાવાદમાંથી ૨૦, વડોદરામાંથી ૧૫, રાજકોટમાંથી ૮, જામનગર-અમરેલીમાંથી ૪, આણંદ-બનાસકાંઠા-ભરૃચ-જુનાગઢ-નવસારીમાંથી ૩, દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર-ગીર સોમનાથ-કચ્છ-રાજકોટ-સુરેન્દ્રનગરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના ૧૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૩ કેસ નોંધાયા છે જ્યારે બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. ૧૬ જિલ્લા અને ૧ મહાનગર ભાવનગરમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.