Jignesh Mevani News: કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની ગત સપ્તાહે આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને 'પોલીસ અધિકારીઓ પર હુમલો' કરવાના કેસમાં આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ગત સપ્તાહે બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆર અનુસાર, તેણે કથિત રીતે એક ટ્વિટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'.
મેવાણીને ગત સપ્તાહે ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્યારે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
આ પણ વાંચોઃ