અમદાવાદઃ મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ જવા રહી છે. શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા દેશના અનેક દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ આ નવી સરકારની શપથવિધિમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મહાવિકાસ અઘાડીના શપથ સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું છે.
ઉદ્ધવ CMની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો પહેલાથી પ્રભાવ રહ્યો છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. હાલ તેઓ ન તો ધારાસબ્ય છે કે ન તો વિધાન પરિષદના સભ્ય. તેમણે અત્યાર સુધીમાં ક્યારેય ચૂંટણી પણ નથી લડી. પરંતુ આગામી છ મહિનામાં તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. મંગળવારે ઠાકરેને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા. જે બાદ તેમણે કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મુખ્યમંત્રી બનીશ.
ઉદ્ધવ ઠાકરેની શપથવિધિમાં હાજર રહેવા ગુજરાત કોંગ્રેસના કયા નેતાને અપાયું આમંત્રણ, જાણો વિગત
abpasmita.in
Updated at:
27 Nov 2019 10:41 PM (IST)
મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ જવા રહી છે. શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -