PM Modi Gujarat Visit Live: અમદાવાદમાં PM મોદીનો રોડ શો શરુ, જનમેદની ઉમટી પડી
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થઈ રહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન 77,4૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થઈ રહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન 77,4૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ...More
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો શરુ થઈ ગયો છે. એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી તેમનો રોડ શો યોજાયો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ભુજમાં પણ પીએમ મોદીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા હતા.
કચ્છમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે ભારતીયોનું લોહી વહેવડાવનારાઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું, "આજે 26 મે છે. 2014 માં આ તારીખે મેં પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. પહેલા ગુજરાતના લોકોએ મને આશીર્વાદ આપ્યા, પછી કરોડો ભારતીયોએ મને આશીર્વાદ આપ્યા. હું મારી ફરજ બજાવી રહ્યો છું. અમે એવા નિર્ણયો લીધા જે અકલ્પનીય અને અભૂતપૂર્વ હતા. દેશે સ્વતંત્રતાનો શ્વાસ લીધો છે, તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ રહી છે."
જાહેર સભા દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, "અમે વિકસિત ભારત બનવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. ભારત ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે, ભારત ટેકનોલોજી બનાવે છે અને વિશ્વને પણ આપે છે. આજે, આદિવાસી વિસ્તારોમાં પણ સ્માર્ટ શહેરો બનાવવામાં આવી રહ્યા છે." પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને હોળી, દિવાળી અને ગણેશ પૂજા જેવા તહેવારો દરમિયાન મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને તેનો ઉપયોગ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (26 મે, 2025) ગુજરાતના દાહોદમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, આજે દેશ નિરાશામાંથી બહાર આવી ગયો છે અને આત્મવિશ્વાસના પ્રકાશમાં ત્રિરંગો લહેરાવી રહ્યો છે
પીએમ મોદી દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 HP ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. પીએમ મોદી પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપશે. આ એન્જિનો ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે. તેમણે દાહોદમા આ પ્લાનનું ઉદ્ધાટન કરતા કહ્યું, "દેશની પ્રગતિ માટે જે કંઈ પણ જરૂરી છે, તે આપણે ભારતમાં જ બનાવવું જોઈએ, આ સમયની માંગ છે. આજે આપણે રમકડાંથી લઈને લશ્કરી શસ્ત્રો સુધીની દરેક વસ્તુ વિશ્વભરના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત રેલ, મેટ્રો અને તેના માટે જરૂરી ટેકનોલોજી બનાવે છે અને વિશ્વને તેની નિકાસ પણ કરે છે. થોડા સમય પહેલા, અહીં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોને દુરુપયોગ કરવાની આદત પડી ગઈ છે. તેઓ કહેતા હતા કે ચૂંટણી આવી, મોદીજીએ શિલાન્યાસ કર્યો, કંઈ બનવાનું નથી. આજે, ત્રણ વર્ષ પછી, આ ફેક્ટરીમાં પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનાવવામાં આવ્યું છે, આજે તેને લીલી ઝંડી આપવામાં આવી."
પીએમએ કહ્યું, 'મિત્રો, મોદી એવા લોકો વિશે પૂછે છે જેમના વિશે કોઈ પૂછતું નથી.' આદિવાસી સમાજમાં લોકોને પાછળ છોડી દેવામાં આવ્યા છે. તેમ છતાં, મને પાછળ રહી ગયેલા લોકોની ચિંતા છે. મેં તેમના માટે પણ યોજનાઓ બનાવી. લાખો આદિવાસી ભાઈ-બહેનોને તેનો લાભ મળી રહ્યો છે. હું અહીં રોજગારની તકો પૂરી પાડવા માટે કામ કરી રહ્યો છું.જાહેર સભા પહેલા મોદીએ અહીં રોડ શો પણ કર્યો હતો. પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર પછી આ તેમની રાજ્યની પહેલી મુલાકાત છે. તેઓ સૌપ્રથમ સોમવારે સવારે વડોદરા પહોંચ્યા અને રોડ શો કર્યો.
મોદીએ કહ્યું, 'દેશની પ્રગતિ માટે જે કંઈ પણ જરૂરી છે, તે આપણે ભારતમાં જ બનાવવું જોઈએ, આજના સમયની માંગ છે.' આજે ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. દેશને જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન હોય કે આપણા દેશમાં બનેલા માલની વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ હોય, દેશ સતત પ્રગતિના પંથે આગળ વઘી રહ્યું છે .ઓસ્ટ્રેલિયાની મેટ્રોના કોચ ગુજરાતમાં બને છે. મેક્સિકો, જર્મની, સ્પેન અને ઇટાલીના મેટ્રો કોચ ભારતમાં બને છે. ઝામ્બિયામાં મેડ ઇન ઇન્ડિયા ટ્રેન દોડી રહી છે. વિદેશમાં મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો જોઈને આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે".
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ માટે અને નિકાસ માટે 9000 HP ના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે. આ લોકોમોટિવ્સ ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.
પીએમ મોદી MI 17 હેલિકોપ્ટરમાં સવાર થઈને દાહોદ જવા રવાના થયા હતા. જ્યાં તેઓ સવારે તેઓએ અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. આ કારખાનાએ ‘’મેક ઇન ઇન્ડિયા’’ના સ્વપ્નને સાકાર કરતું, ભારતમાં જ બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કર્યું છે. અહીં વડાપ્રધાન 24 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યું છે.
માર્ગ મકાન વિભાગના 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પીએમ મોદી અને સાવલી-ટીંબા ફોરલેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત અને કાયાવરોહણ - સાધલી માર્ગ, જરોદ - સમલાયા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પદમલા - રણોલી માર્ગ પર નવા બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને છોટાઉદેપુરમાં 26 કરોડના ખર્ચેના ભારેજ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું અને 3 કરોડના ખર્ચે LC 65 ખાતે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું છે.
માર્ગ મકાન વિભાગના 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પીએમ મોદી અને સાવલી-ટીંબા ફોરલેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત અને કાયાવરોહણ - સાધલી માર્ગ, જરોદ - સમલાયા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પદમલા - રણોલી માર્ગ પર નવા બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને છોટાઉદેપુરમાં 26 કરોડના ખર્ચેના ભારેજ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું અને 3 કરોડના ખર્ચે LC 65 ખાતે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બાદ હવે દાહોદ પહોંચ્યા છે, પીએમ મોદી દાહોદમાં આજે 24 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપશે, આ પ્રસંગે દાહોદમાં પીએમ મોદી સાથે રેલવે મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં છે. હાલમાં પીએમ મોદી નવ નિર્મિત પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે.
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી આજે પહેલા વડોદરામાં આવ્યા છે. જેના કારણે વડોદરામાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિમીનો રોડ શો કરી રહ્યા છે. રોડ શોનો રૂટ ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. મહિલાઓ આ રોડ શોમાં માથે સિંદૂર ભરીને જોડાઈ રહી છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. વડોદરામાં અલગ અલગ 15 સ્ટેજ પર દેશભક્તિની થીમ જોવા મળી રહી છે, આ સાથે બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ, જેટની પ્રતિકૃતિ મુકાઈ છે તો મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરી વડાપ્રધાનને આવકારશે. આ રોડ શોમાં 30 હજારથી વધુ મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરીને આવી પહોંચી છે.
ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાતમાં આવી પહોંચ્યા છે, પીએમ મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, વડોદરા એરપોર્ટ પરથી એરફોર્સ ગેટ સુધી પીએમ મોદીનો રોડ શો કરવામાં આવશે. હાલમાં દેશ ભક્તિના રંગમાં આખુ વડોદરા રંગાયું છે, પીએમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, રોડ શોના રૂટ પર તિરંગા લગાવવામાં આવ્યા છે, પીએમના રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝલક બતાવવામાં આવી રહી છે.
27 મેની સવારે PM મોદી મહાત્મા ગાંધી મંદિર જશે, અહીં શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું ઉદઘાટન કરશે આ પહેલા જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો અઢી કિલોમીટની રોડ શો યોજાશે.
દાહોદ બાદ તેઓ તેઓ કચ્છમાં ભૂજ જશે. ભૂજમાં બપોરે 2 વાગ્યે રોડ શો યોજશે.
ભૂજમાં સાડાત્રણ વાગ્યે જન સભાને સંબોધશે
સાંજે તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં 6:30 વાગ્યે રોડ શો યોજાશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રીજ સુધી રોડ શો થશે બાદ તેઓ ભોજન બાદ રાજ ભવનમાં કરેશ રાત્રિ રોકાણ કરશે
-26 મે એટલે કે આજે પીએમ મોદી 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવશે. અહી તેમનો એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે.
- બાદ તેઓ સીધા જ દાહોદ જશે.દાહોદમાં સવારે 11 વાગ્યે રેલવે પ્રોજકેટનું ઉદઘાટન કરશે.
દાહોદ બાદ પીએમ ભુજ માટે રવાના થશે. ભુજમાં 10 હજાર બહેનો તેમનું સ્વાગત કરશે. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજશે. જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. રોડ શો કર્યા બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડોદરામાં રોડ શોનું આયોજન સમાપ્ત કર્યા પછી તુરંત તેઓ MI 17 હેલિકોપ્ટરમાં સવાર થઇ દાહોદ જવા રવાના થશે. જ્યાં તેઓ સવારે તેઓ અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કરશે અને "મેક ઇન ઇન્ડિયા"ના સ્વપ્નને સાકાર કરતું, ભારતમાં જ બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે. અહીં વડાપ્રધાન 24 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે.
વડોદરામાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. આજે સવારે 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે પીએમ મોદીનું આગમન થશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. જૂના એરપોર્ટથી એરફોર્સ સુધી સિંદૂર સન્માન યાત્રા યોજાશે. 25000 મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે, રોડ શોના રૂટ પર પૂરજોશથી તૈયારીઓ થઈ ગઈ છે. રૂટ પર ઓપરેશન સિંદૂરની થીમ પર વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે. રૂટ પર સાંસ્કૃત્તિક ઝાંખી માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ અભિવાદન કરી શકે તે માટે બેરિકેડ લગાવી વ્યવસ્થા કરાઈ છે.
ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું કે સમગ્ર રોડ અને સર્વિસ રોડ સહિતના તમામ રસ્તા બપોરે 1:00 વાગ્યા બાદ નો પાર્કિંગ ઝોન રહેશે. 800 બસ આવવાની હોવાથી કોર્પોરેશન સાથે મળીને 10 પાર્કિંગ રાખવામાં આવ્યા છે.
26 મે (સોમવારે) ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ માટેના વૈકલ્પિક રૂટની માહિતી પણ આપી છે. અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય તેમને સુભાષબ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જવાનું રહેશે અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલથી ગાંધીનગર સુધી જઈ શકશે. ઇન્દિરાબ્રિજથી એરપોર્ટ સર્કલથી સરદારનગરવાળા રસ્તાથી એરપોર્ટ જવાનું રહેશે.
26 મે (સોમવારે) ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આ માટેના વૈકલ્પિક રૂટની માહિતી પણ આપી છે. અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય તેમને સુભાષબ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જવાનું રહેશે અથવા ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલથી ગાંધીનગર સુધી જઈ શકશે. ઇન્દિરાબ્રિજથી એરપોર્ટ સર્કલથી સરદારનગરવાળા રસ્તાથી એરપોર્ટ જવાનું રહેશે.
વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદ આવશે અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે એરપોર્ટ ગુજસેલ પાસેથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી 19 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ ઉપર દરેક જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ પર અંદાજિત 50,000 જેટલા લોકો રહેશે ઉપસ્થિત રહેશે.
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી માદરે વતન પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી આજથી તેમના બે દિવસના કાર્યક્રમની શરૂઆત કરશે. આજે સૌથી પહેલા તેઓ વડોદરામાં રોડ શો કરશે. ત્યાર બાદ તેઓ દાહોદ જવા રવાના થશે. દાહોદથી ભુજ અને પછી અમદાવાદ આવશે અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આજના દિવસ દરમિયાન તેઓ 4 શહેરમાં 3 રોડ શો અને 2 જાહેરસભા યોજશે. ત્યારે અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદી એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો કરવાના છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે.
દાહોદના રેલવે પ્રોડકશન પ્લાન્ટની વિશેષતા
દાહોદના ખરોડ ખાતે રોલિંગ સ્ટોક કારખાનાનું નિર્માણ
PPP મોડલ પર 20 હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયું રેલ કારખાનું
રેલ કારખાનામાં 9 હજાર હોર્સ પાવરના બનશે એન્જિન
4 એન્જિન અત્યાર સુધી થઈ ચૂક્યા છે તૈયાર
4600 ટનના કાર્ગોનું ટ્રાન્સપોર્ટેશન કરી શકશે લોકોમોટિવ એન્જિન
5800 ટનની ગાડીને ખેંચી શકશે આ એન્જિન
120 કિમી પ્રતિ કલાકની ઝડપે એન્જિન દોડવા સક્ષમ
10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવાનો ટાર્ગેટ
1 વર્ષમાં 160 એન્જિન બનાવવાનો ટાર્ગેટ
દાહોદમાં નિર્માણ થનાર દરેક એન્જિન D9થી ઓળખાશે
D એટલે દાહોદ,9 એટલે 9 હજાર હોર્સપાવર
દાહોદમાં 24 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ- શિલાન્યાસ
107 કિમી રેલવે લાઈનના ઈલેકટ્રિફિકેશનના કામનું લોકાર્પણ
કલોલ-કડી-કટોસણ રેલવે લાઈન ગેજ પરિવર્તિનનું લોકાર્પણ
રેલવે લાઈન ઈલેક્ટ્રિફિકેશન, ડબલિંગ અને ગેજ પરિવર્તનના 2287 કરોડના કામ
181 કરોડના ખર્ચે ચાર જૂથ પુરવઠા યોજનાના કામોનું લોકાર્પણ
મહિસાગર અને દાહોદના 4.62 લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી
49 કરોડના ખર્ચે નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કરશે સમર્પિત
નામનાર યોજના હેઠળ 39 ગામના 1.01 લાખ લોકોને મળશે શુદ્ધ પાણી
70 હજાર કરોડના ખેરોલી સુધારણા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
માર્ગ- મકાન, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત
SRP જૂથ-4 પાવડી ખાતે પોલીસ આવાસના બાંધકામનો શિલાન્યાસ
દાહોદ પાલિકાના નવનિર્મિત બિલ્ડીંગ, આદિવાસી મ્યુઝિયમનું ખાતમુર્હૂત
સ્માર્ટ લાયબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, ટ્રક ટર્મિનલ અને ડોરમેટરીનો શિલાન્યાસ
કનેક્ટિવિટી વધારવા અને વિશ્વ કક્ષાની મુસાફરી માળખાગત સુવિધા બનાવવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પીએમ મોદી દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 HP ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. પીએમ મોદી પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપશે. આ એન્જિનો ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.
પીએમ મોદી એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી 27 મેના રોજ ગાંધીનગરની મુલાકાત લેશે અને ગુજરાત શહેરી વિકાસના 20મા વર્ષગાંઠના સમારોહમાં હાજરી આપશે અને શહેરી વિકાસ વર્ષ 2025નું લોન્ચિંગ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થઈ રહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન 77,4૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે. આ પછી, તેઓ લગભગ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સોમવારે સાંજે, મોદી ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.