West Bengal Train Accident Live: બીકાનેર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, છના મોત, રેલવે મંત્રીએ PM મોદી સાથે કરી વાત
પશ્વિમ બંગાળમાં જલપાઇગુડીમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. પટણાથી ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસની અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને દુર્ઘટનાની તમામ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે રેસ્ક્યૂ પર સૌથી વધુ ધ્યાન અપાઇ રહ્યુ છે. આવતીકાલે તેઓ ઘટનાસ્થળ પર જશે. હાલમાં દુર્ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દુર્ઘટનામાં જેનું મોત થયું છે તેના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને એક લાખ રૂપિયા અને અન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
અધિકારીઓએ કહ્યું કે બીકાનેર અને ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને પાંચ થઇ ગઇ છે. જ્યારે 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાં 24ને હોસ્પિટલમાં અને 16ને મોઇનાગુરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
પશ્વિમ બંગાળમાંજલપાઇગુડીમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. પટણાથી ગુવાહાટી જઇ રહેલી બીકાનેર એક્સપ્રેસની અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ રેલવેએ હેલ્પલાઇન નંબર 8134054999 જાહેર કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -