Gyanvapi Mosque Dispute: જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Case) વિવાદને લઈને આજે વારાણસી(Varanasi Court)ની જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. સુનાવણી શરૂ થતા અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટી તરફથી દલીલો રાખવામાં આવી હતી. મુસ્લિમ પક્ષ પોતાની દલીલોમાં પૂરા મામલાને નકારવાની વાત કહેતો રહ્યો. મુસ્લિમ પક્ષે હિન્દુઓના દાવા પર વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે આ મામલાની સુનાવણીને 4 જુલાઈ સુધી ટાળી દીધી છે. 


મહત્વનું છે કે આ પહેલા 26 મેથી પણ મુસ્લિમ પક્ષ તરફથી ઘણી દલીલો આપવામાં આવી જેમાં કેસને ટાળવાની વાત કહેવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીને નકારવાની માંગ કરવામાં આવી હતી સાથે દાવો કરવામાં આવ્યો કે જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગ નહીં, વઝુખાનાનો ફુવારો છે. આ સિવાય કોર્ટ દરમિયાન પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ (Places of Worship Act)પર પણ ચર્ચા થઈ હતી. 



શુક્રવારે 27 મેએ વારાણસી જિલ્લા કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી થઈ કે શું સર્વે રિપોર્ટ અને વીડિયોગ્રાફી(Gyanvapi Survey Video)ને જાહેર કરવામાં આવે. આ વિષય પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષનો મત અલગ-અલગ હતો. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કોર્ટને વિનંતી કરી કે સર્વેક્ષણની તસવીરો અને વીડિયો જાહેર ન થવા દે. તો હિન્દુ પક્ષે મુસ્લિમ પક્ષની દલીલનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ વારાણસી જિલ્લા કોર્ટને આદેશ આપ્યો હતો કે 30 મેએ બંને પક્ષોને વીડિયો અને ફોટો આપવામાં આવશે. 


શું છે સમગ્ર મામલો


ઉલ્લેખનીય છે કે દિલ્હી નિવાસી રાખી સિંહ અને ચાર અન્ય મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અર્ચનાની મંજૂરી આપવા અને પરિસરમાં સ્થિત વિભિન્ન વિગ્રહોની સુરક્ષાનો આદેશ આપવા સંબંધી અરજી દાખલ કરી હતી. તેના પર સિવિલ જજ રવિ કુમાર દિવાકરની કોર્ટે 26 એપ્રિલે એક આદેશ જાહેર કરી જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરની વીડિયોગ્રાફી સર્વે કરાવી 10 મે સુધી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. 


કોર્ટે આ માટે કોર્ટ કમિશનર તરીકે અજય મિશ્રાની નિમણૂક કરી હતી. સર્વેની કાર્યવાહી 6 મેના રોજ શરૂ થઈ હતી, જે હંગામાને કારણે 7 મેના રોજ અટકાવવામાં આવી હતી. સર્વે કરવા આવેલા કોર્ટ કમિશનર અને વાદી પક્ષનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો.   9 મેના રોજ, મુસ્લિમ પક્ષે કોર્ટ કમિશનરની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. આ અંગે કોર્ટમાં ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલી અને ત્યારબાદ 12 મેના રોજ વારાણસીની કોર્ટે કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવાની અરજી ફગાવી દીધી હતી. આ સાથે વિશાલ સિંહને સ્પેશિયલ કોર્ટ કમિશનર અને અજય પ્રતાપ સિંહને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. જે બાદ જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.