Nepal Plane Crash: મહારાષ્ટ્રના થાણેના રહેવાસી અશોક કુમાર ત્રિપાઠી અને તેમની પત્ની વૈભવીની મુલાકાતનો નેપાળ વિમાન દુર્ઘટના સાથે જ દર્દનાક અંત આવ્યો હતો. જેમાં દંપતી અને તેમના બે બાળકો પણ માર્યા ગયા હતા.


કોર્ટના આદેશ બાદ અલગ રહેતા હતા


થાણેના કપૂરવાડી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ઓડિશામાં કંપની ચલાવતા અશોક ત્રિપાઠી (54) અને થાણેના પડોશી શહેર મુંબઈના બીકેસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતી વૈભવી બાંડેકર ત્રિપાઠી (51) કોર્ટના આદેશ બાદ અલગ રહેતા હતા. વૈભવી, તેનો પુત્ર ધનુષ (22) અને પુત્રી રિતિકા (15) થાણે શહેરના બાલકમ વિસ્તારમાં રૂસ્તમજી અટીના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.


અધિકારીએ જણાવ્યું હતું કે વૈભવીની 80 વર્ષીય માતા અહીં પરિવારના ઘરમાં એકમાત્ર સભ્ય બચી હતી. તેની તબિયત સારી નથી અને તેને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી છે. તેથી તેના સંબંધીઓ અને પડોશીઓએ તેને વિમાન દુર્ઘટના વિશે કંઇ કહ્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલાની નાની પુત્રી હાલમાં તેની સંભાળ લઈ રહી છે.


ગઈકાલે આખો પરિવાર વિમાનમાં હતો


અશોક ત્રિપાઠી, વૈભવી અને તેમના બે બાળકો રવિવારે તારા એરલાઇન્સની ફ્લાઇટમાં સવાર થયા હતા.  જેનો કાટમાળ સોમવારે નેપાળના પહાડી જિલ્લા મસ્તાંગમાંથી મળી આવ્યો હતો. ચાર ભારતીય, બે જર્મન, 13 નેપાળી નાગરિકો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા. તારા એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે પર્યટક શહેર પોખરાથી ઉડાન ભર્યાની થોડી મિનિટો બાદ વિમાન હિમાલયના ક્ષેત્રમાં ક્રેશ થયું હતું.


રવિવારે સવારે 10:35 વાગ્યા પછી ATS સાથેનો સંપર્ક તૂટ્યો


અધિકારીઓએ કહ્યું કે રવિવારે સવારે વિમાન 10:35 સુધી ATCના સંપર્કમાં હતું.  જે બાદ કોઈ સંપર્ક થયો નહોતો.